<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

અમદાવાદના ગોતામાં નવો બનેલો રોડ બેસી ગયો

છેલ્લા છ મહિનાથી અહીં ડ્રેનેજનું કામ ચાલતું હતું: જેમાં કામગીરી બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાતા આ સમસ્યા સર્જાઈ હોવાના આક્ષેપો : કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ચોમાસાના આગમન સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના ગોતા વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ રસ્તો બેસી જવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર અનેક આક્ષેપો થઈ રહ્યા છે.

મળતી જાણકારી અનુુસાર જે રોડ બેસી ગયો છે તે માત્ર 1 સપ્તાહ પહેલા (One week ago) જ બનાવવામાં આવ્યો હતો. આ રસ્તા પર છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. લોકોનો મુખ્ય આક્ષેપ એ છે કે, ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું પુરાણ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું, જેના કારણે વરસાદ પડતા જ માટી બેસી ગઈ અને રસ્તામાં મોટો ખાડો પડી ગયો.

આ ઘટનાથી સામાન્ય નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઉઠે છે કે, જે કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોય, તે કામગીરી માત્ર એક જ વરસાદમાં કેવી રીતે નિષ્ફળ જઈ શકે?  જો આ પ્રકારની સ્થિતિ રહી તો આગામી દિવસોમાં વધુ વરસાદ પડતા શહેરીજનો માટે મુશ્કેલીઓ વધી શકે તેમ છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ રોડનું સમારકામ (Repairing) હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે.

(4:33 PM IST)