News of Friday, 1st May 2026
રાજપીપળા નગરપાલિકામાં નવા ચૂંટાયેલા સભ્યો પાસે દરબાર રોડ પારેખ ખડકીમાં રહેતા લોકોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ
વારંવાર બગડતી મોટર, સાંજે છોડાતું પાણી એકદમ ઓછા ફોર્સમાં આવતા લોકોની ટાંકી ભરાતી નથી:જો સવારનું પાણી પૂરતા ફોર્સમાં આવતું હોય તો સાંજનું પાણી કેમ ઓછું આવે છે

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ તેના પરિણામ પણ આવી ગયા અને જે તે વોર્ડમાં પાલિકા સદસ્યો વિજેતા થતા તેમના વોર્ડમાં તેમની જવાબદારી હોય ત્યારે દરબાર રોડ પારેખ ખડકીમાં ઘણા લાંબા સમયથી પાણી ઓછા ફોર્સમાં આવતું હોવાની સમસ્યા હવે ચૂંટાયેલા સભ્યો દૂર કરે તેવી સ્થાનિક મતદારો આશા રાખે છે.
મળતી માહિતી મુજબ દરબાર રોડ પારેખ ખડકીમાં લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી, જેમાં ખાસ કરીને સવારે આવતું પાણી એકદમ ફોર્સમાં પૂરતા પ્રમાણ માં મળે છે ત્યારે આ જ પાણી સાંજે છોડવામાં આવે છે જે તદ્દન ઓછા ફોર્સ માં મળતા સ્થાનિકોની ટાંકી ભરાતી નથી અને ક્યારેક તો ઘરમાં પણ પાણી પૂરતું મળતું નથી, સવાલ એ થાય છે કે સવારે પૂરતા પ્રમાણમાં મળતું પાણી સાંજે કેમ ઓછું આવે છે.?! જોકે પાણી છોડવા વાળા વાલમેન સવાર સાંજ માટે અલગ અલગ છે અને સાંજના વાલમેનને આ મુદ્દે ફરિયાદ કરી તો એ જણાવે છે કે લોકોમાં નળ ખુલ્લા હોય માટે પાણી ઓછું મળે, તો શું સવારે લોકોના નળ ખુલ્લા નથી હોતા..?! સાંજે છોડતા પાણીમાં કોઈક તો ગરબડ થાય છે માટે ચૂંટાયેલા સભ્યો આ બાબતને ગંભીરતાથી લઈ પારેખ ખડકીના લોકોને ન્યાય અપાવે તેવી માંગ છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
