તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 15th September 2026
અમદાવાદના શીલજ કેનાલ રોડ અકસ્માતમાં નવપરિણીત નિશીનું મોત
ચાર દિવસ બાદ પણ આરોપી ઝડપાયો નથી: મૃતકના પતિ હાર્દિક દરજીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્નીને ન્યાય અપાવવા આક્રંદ સાથે આજીજી કરી

અમદાવાદના શીલજ કેનાલ રોડ પર થયેલા ગંભીર અકસ્માતમાં નવપરિણીત મહિલાનું કરૂણ મોત થયું હતું. અકસ્માતને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં આરોપી ઝડપાયો નથી. જેના પગલે મૃતકના પતિ હાર્દિક દરજીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્નીને ન્યાય અપાવવા આજીજી કરી છે.
હાર્દિક દરજી વીડિયોમાં રડતા જોવા મળે છે. તેણે અકસ્માત માટે જવાબદાર વ્યક્તિને તાત્કાલિક પકડી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પત્નીના મોત બાદ ન્યાય માટેની તેની અપીલથી પરિવારની વ્યથા સ્પષ્ટ જોવા મળી રહી છે.
અકસ્માત બાદ ઘટનાના હચમચાવી દે તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. ફૂટેજના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. જોકે, ચાર દિવસ બાદ પણ આરોપીની ધરપકડ ન થતાં પરિવારજનોમાં રોષ અને દુઃખ જોવા મળી રહ્યું
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કરનાર વ્યક્તિ રાજસ્થાનનો ઘરઘાટી હોવાનું સામે આવ્યું છે. બોપલ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ટીમ રાજસ્થાન મોકલી છે. આરોપીની શોધખોળ સાથે અકસ્માતની સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નવપરિણીત મહિલાના મોત બાદ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે. હવે પોલીસ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કડક કાર્યવાહી ક્યારે કરે છે, તેના પર સૌની નજર છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
