તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 8th May 2026
આણંદના બગીચાઓમાં રાત્રિના સમયે તોડફોડ
રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે

કરમસદ આણંદ મહાનગરપાલિકા હસ્તક આવતા બોરસદ ચોકડી અને કરમસદ વિદ્યાનગર રોડ સ્થિત વિવિધ જાહેર બગીચાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે.
આ ગંભીર બાબતની કડક નોંધ લેતા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરીને આકરી કાર્યવાહી કરવાનો સ્પષ્ટ નિર્ણય લેવાયો છે.
પાલિકા પ્રશાસને જાહેરમાં ચેતવણી આપી છે કે કોઈપણ સરકારી માલમિલકત કે જાહેર બગીચાઓમાં નુકસાન કરનાર તત્વો વિરુદ્ધ હવે તાત્કાલિક ધોરણે કડક પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ પ્રોપર્ટીમાં થયેલા નુકસાનની તમામ રકમ પણ તેમની પાસેથી જ કાયદેસર રીતે વસૂલ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
