News of Friday, 29th May 2026
નિરમા યુનિ.ના વિદ્યાર્થીઓની પ્લેસમેન્ટમાં ધૂમઃ રૂા. ૧ કરોડ સુધીના પેકેજ ઓફર થયા
લિંક્ડઇન, માઇક્રોસોફટ, ગૂગલ એટલાસિયાન જેવી દિગ્ગજ કંપનીઓની ઊંચા પગારની ઓફરોથી કેમ્પસમાં ઉજવણીનો માહોલ

અમદાવાદ તા.૨૯: આ વર્ષે નિરમા યુનિવર્સિટીની પ્લેસમેન્ટ સીઝન વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહી છે. ડ્રીમ સેલેરી, વૈશ્વિક કંપનીઓ અને સતત ઉજવણી વચ્ચે વિદ્યાર્થીઓએ રૂ. ૫૦ લાખથી માંડીને લગભગ રૂ. કરોડ સુધીના વાર્ષિક પેકેજ મેળવ્યા છે. ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં ચર્ચાનો વિષય બનેલી આ પ્લેસમેન્ટ ઝુંબેશ દરમિયાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, નિરમા યુનિવર્સિટિમાં આંતરરાષ્ટ્રીય ટેક્રોલોજી કંપનીઓએ ઊંચા પગારની નોકરીઓ માટે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી.
આ સમગ્ર પ્લેસમેન્ટમાં સૌથી વધુ વર્ચામાં રહ્યા જૈમિન સાલવી, જેમને લિકડઈન તરફથી રૂ. ૯૪.૧ લાખનું વાર્ષિક પેકેજ મળ્યું. આ સાથે તેઓ રાજ્યના સૌથી વધુ પગાર મેળવનાર કેમ્પસ રિકૃટ્સમાં સ્થાન પામ્યા છે.
૨૧ વર્ષીય જૈમિન સાલવીએ જણાવ્યું કે, અમને ખબર હતી કે લિકડઈન બહુ ઓછા વિદ્યાર્થીઓની પસંદગી કરે છે, તેથી મેં મારી ઇન્ટર્નરોધ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર પ્રક્રિયામાં ખૂબ મહેનત કરી અને અંતે તેનું પરિણામ મળ્યું. લિંકડઈન જેવી વંશિતા દરજી કંપનીમાંથી આટલી મોટી ઓફર મળવી હજુ પણ અવિશ્વસનીય લાગે છે. આ મારા વર્ષોની મહેનત, પરિવારના સહકાર અને પ્રોફેસરોના માર્ગદર્શનનું પરિણામ છે.
નીલમ સોલંકીને એટલાસિયાન તરફથી રૂ. ૮૦ લાખનું પેકેજ મળ્યું, જ્યારે પલાશ ઝવેરીએ વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ અને ટેકનોલોજી કંપની ડી સો એન્ડ કંપનીમાં રૂ ૬૦.૩ લાખનું પેકેજ મેળવ્યું છે. ૨૧ વર્ષીય નીલમ સોલંકીએ કહ્યું, ‘‘મારા માટે આ પ્લેસમેન્ટ સ્વપ્ન પૂરું થવા સમાન છે. નિરમા યુનિવર્સિટીના ટ્રેનિગ પ્રોગ્રામ્સ, ઈન્ડસ્ટ્રી એક્સપોઝર અને AI આધારિત કોર્સિસે મારી ટેકનિકલ સ્કિલ્સ મજબૂત બનાવી અને ઇન્ટરવ્યૂ તેમજ કોર્પોરેટ દુનિયા માટે આત્મવિશ્વાસ વધાર્યો. ફેકલ્ટીના માર્ગદર્શન અને સતત તૈયારીને કારણે મને આ તક મળી છે.''
વિદ્યાર્થીઓને નોકરીઓની ઓફર કરવાનો (હાયરિગ)નો સિલસિલો અહીં અટક્યો નથી. માઈક્રોસોફટે ત્રણ વિદ્યાર્થીઓને રૂ. રૂ. ૫૨ લાખથી વધુના પેકેજ સાથે પસંદ કર્યા છે. વશિતાદરજીએ ૩.૫૩.૪ લાખ, પ્રિયાંશી કંથારિયાએ રૂ. ૫૩.૨ લાખ અને દર્શિલ ઠક્કરે રૂ. ૫૨૬ લાખનું વાર્ષિક પેકેજ મેળવ્યું છે. ગુગલે પણ દિયા શાહ, હેતાન્શી શાહ અને વિધિ પટેલને રૂ. ૫૨.૧ લાખના પેકેજ ઓફર કર્યા છે
શિક્ષણ પર યુનિવર્સિટીના ફોક્સનું પ્રતિબિંબ
નિરમા યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ટેકનોલોજીના ડિરેક્ટર ડો. હિમાંશુ સોનીએ જણાવ્યું, ‘‘આ પ્લેસમેન્ટ્સ અમારા વિધાર્થીઓની મહેનત અને ઉદ્યોગને અનુરૂપ શિક્ષણ પર યુનિવર્સિટીના પ્રતિબિબ છે. સ્કિલ ડેવલપમેન્ટ, ટ્રેનિંગ અને મજબૂત ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન દ્વારા અપેક્ષાઓ વચ્ચેનું અંતર ઘટાડવાનો સતત એકેડેમિક્સ અને કોર્પોરેટ પ્રયાસ કર્યો છે.'
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
