તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Thursday, 25th June 2026
ટ્રાફિકથી ત્રાહિમામ નીતિન પટેલે પોલીસ સ્ટેશને જઇ આક્રોશ ઠાલવ્યો

રાજકોટ, તા. રપઃ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલોલનાં ટ્રાફિકથી પરેશાન થઇ જતા પોલીસ મથક જઇ નારાજગી વ્યકત કરી હતી. કલોલ મહેસાણા હાઇવે પર ટ્રાફિકના કારણે નીતિન પટેલે રોષ વ્યકત કર્યો પોલીસ કર્મીઓને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટલે ઉઘડો લીધો હતો. ટ્રાફિકના કારણે વાહનોમાં ઇંધણનો વ્યય થતો હોવાનો આક્ષેપ તેમણે વ્યકત કર્યો હતો.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
