તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
બેબેસિયા રોગથી બે દિવસમાં એક પણ સિંહનું મોત થયું નથીઃ અર્જુનભાઈ મોઢવાડિયાનું નિવેદનઃ સિંહોની સુરક્ષા માટે વન વિભાગ સતર્કઃ સારવાર અને મોનિટરિંગ ચાલુ

અમદાવાદ, તા.૨૯: ગુજરાત રાજ્યના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે કે બેબેસિયા રોગના કારણે છેલ્લા બે દિવસમાં એક પણ સિંહનું મોત નિપજ્યું નથી. સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા મંત્રીએ જણાવ્યું કે વન વિભાગ ગીરના સિંહોની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક છે.
મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું કે, બેબેસિયા એ ટિક-જન્ય રોગ છે જે અગાઉ કેટલાક સિંહોમાં જોવા મળ્યો હતો. પરંતુ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. વન વિભાગની ટીમો દ્વારા સિંહોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા સિંહોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.
શું છે બેબેસિયા રોગ?
બેબેસિયા એક પ્રોટોઝોઆ પરોપજીવીથી થતો રોગ છે જે ટિક કરડવાથી ફેલાય છે. તેનાથી પ્રાણીના લાલ રક્તકણોને અસર થાય છે. તાવ, નબળાઈ અને એનીમિયા જેવા લક્ષણો જોવા મળે છે.વન વિભાગે ગીર અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વેટરનરી ડોક્ટરોની વિશેષ ટીમો તૈનાત કરી છે. સિંહોના આરોગ્ય પર ૨૪૭ નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડ્યે રેસ્કયુ કરીને સારવાર કેન્દ્રમાં ખસેડવાની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.મંત્રીએ લોકોને અપીલ કરી કે અફવાઓ પર ધ્યાન ન આપે અને સિંહો અંગે કોઈ પણ સત્તાવાર માહિતી માટે માત્ર વન વિભાગના નિવેદન પર જ ભરોસો રાખે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
