તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
"તને કોઈ કંઈ નહીં કરે.":કુખ્યાત ધમા બારડ સાથેની ચેટ વાયરલ : તાત્કાલિક ધોરણે PSI ડી.આર. પુવારની બદલી કરવાનો આદેશ
આરોપી ધમા બારડના વોટ્સએપ મેસેજની તપાસ કરતા PSI નો સમગ્ર ભાંડો ફૂટ્યો: PSI પુવારે કુખ્યાત ધમા બારડને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે મેસેજ કર્યો

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PSI ડી.આર. પુવારની બદલી કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના આ જવાબદાર અધિકારી પર કુખ્યાત આરોપી ધમા બારડ સાથે સાંઠગાઠ હોવાના ગંભીર આરોપો લાગ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ધમા બારડના વોટ્સએપ મેસેજની તપાસ કરતા PSI નો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, PSI પુવારે કુખ્યાત ધમા બારડને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે મેસેજ કર્યો હતો, એટલું જ નહીં, પરંતુ તેને આશ્વાસન આપતા મેસેજમાં લખ્યું હતું કે, "તને કોઈ કંઈ નહીં કરે." આરોપીના ફોનમાંથી મળેલી આ ચેટ અને સાંઠગાઠના પુરાવા મળતા જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે PSI ડી.આર. પુવારની બદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
