<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

બપોર સુધી રાજ્યના એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નહીં : તાપી, વલસાડ, નવસારી સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે હવામાન વિભાગે આગામી3 કલાક માટે મહત્વપૂર્ણ 'નાઉકાસ્ટ' બુલેટિન જાહેર કર્યું

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે હવામાન વિભાગે આગામી3 કલાક માટે મહત્વપૂર્ણ 'નાઉકાસ્ટ' બુલેટિન જાહેર કર્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

હાલની સ્થિતિ મુજબ, રાજ્યના એક પણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી, જે એક રાહતની વાત છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

ઓરેન્જ એલર્ટ:સુરત, તાપી, વલસાડ, નવસારી, નર્મદા, ભરૂચ, અમદાવાદ, મહેસાણા, પાટણ અને ગાંધીનગર.

યલો એલર્ટ: રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, અમરેલી અને ભાવનગર.

આ વિસ્તારોમાં આગામી 3 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ અને વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. નાગરિકોને સલામત સ્થળે રહેવા અને નદી-નાળા કે નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવે છે.

(1:41 PM IST)