<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના

રાજ્યમાં કેટલાક સિસ્ટમ્સ સક્રિય થતા વરસાદી માહોલ યથાવત રહેશે: ખેડૂતો પણ મેઘરાજાના આગામી રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અમદાવાદ :રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં કેટલાક સિસ્ટમ્સ સક્રિય છે, જેના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે.

 

ચોમાસાની ઋતુમાં 1 જૂનથી 5 સપ્ટેમ્બર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 514.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 619 મિલીમીટર વરસાદ થવો જોઈએ. આ હિસાબે રાજ્યમાં સમગ્રાણું સરેરાશ 17 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે. ગુજરાત રીજનમાં 795 મિલીમીટર વરસાદ નોંધાયો છે જે સામાન્ય સામે માત્ર 2 ટકા જ ઓછો છે.

 

જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં વરસાદની સ્થિતિ થોડી ચિંતાજનક છે. અહીં સામાન્ય કરતા 37 ટકા જેટલી વરસાદની ઘટ નોંધાઈ છે, જ્યાં અત્યાર સુધી માત્ર 292.7 મિલીમીટર વરસાદ જ પડ્યો છે. આગામી દિવસોમાં સક્રિય થયેલા માનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના લોકોને વરસાદ માટે રાહ જોવી પડી શકે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આશા સેવવામાં આવી છે. ખેડૂતો પણ મેઘરાજાના આગામી રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(6:18 PM IST)