<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

અમદાવાદના મકરબારેલવે ઓવર બ્રિજની ડિઝાઇન કરનાર તૈયાર કન્સલ્ટન્સીને ફટકારાઈ નોટિસ

ડિઝાઇનમાં મોટી ખામીઓ સામે આવતાં ડેલ્ફ કન્સલ્ટન્સી’ કંપનીને કારણદર્શક નોટિસ ફટકારી બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં ક્ષતિઓ અને ટેકનિકલ ખામીઓના કારણે વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઊભા થતાં તંત્ર એક્શનમાં

અમદાવાદના મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનમાં મોટી ખામીઓ સામે આવતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર ‘ડેલ્ફ કન્સલ્ટન્સી’ કંપનીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તાજેતરમાં જ તૈયાર થયેલા આ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં ક્ષતિઓ જણાતાં અને ટેકનિકલ ખામીઓના કારણે વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઊભા થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે. AMCએ આ મામલાને ગંભીરતાથી લઈને ડેલ્ફ કન્સલ્ટન્સી પાસે આ ડિઝાઇનિંગની બેદરકારી અંગે વિગતવાર ખુલાસો માગ્યો છે. આ નોટિસને પગલે બ્રિજની કામગીરી અને તેની ગુણવત્તા પર દેખરેખ રાખતી એજન્સીઓની ભૂમિકા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે અને સમગ્ર શહેરમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

(3:58 PM IST)