<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

પ્રજા અને પોલીસ વચ્‍ચે હવે સીધો ડિજિટલ સેતુ ૬૦ થી વધુ સોશિયલ મીડિયા ઓપરેટરની નિમણૂક

રથયાત્રા અને આભ ફાટયા જેવી સ્‍થિતિમાં પોલીસ કામગીરીથી પ્રજા આફ્રિન સીપી અનુપમસિંહ ગેહલોતનો પ્રજા-પોલીસ કાયમી સંકલન માટે અદભુત નિર્ણય : ૨૪/૭ કાર્યરતઃ લોકોની જાગળતિ વધશેઃ પોલીસ કમિશનર લોકોના મહત્‍વના પ્રશ્‍ને માહિતગાર રહેશે : ગુજરાતમાં સહુ પ્રથમ ઐતિહાસિક નિર્ણય

રાજકોટ, તા.૩૦: અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન અચાનક આભ ફાટયા જેવો વરસાદ પડતા વહીવટી તંત્ર માટે પડકાર ઉભો થયો હતો. લાખોની સંખ્‍યામાં ઉમટેલા ભક્‍તોની સુરક્ષા અને વ્‍યવસ્‍થા જાળવવી મુશ્‍કેલ બની હતી. આવા સમયે અમદાવાદ શહેર પોલીસે અત્‍યંત સતર્કતા અને સૂઝબૂઝ સાથે કામગીરી કરી હતી. ટ્રાફિકને ડાયવર્ટ કરવા, ભીડને નિયંત્રિત કરવા, તબીબી અને કટોકટી સેવાઓને તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચાડવા માટે પોલીસ દ્વારા ઝડપી નિર્ણયો લેવાયા હતા. પોલીસની આ સમયસરની કામગીરીના કારણે કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા પ્રજાજનોએ અમદાવાદ પોલીસની કામગીરીને ખૂબ બિરદાવી હતી. પ્રજા તરફથી મળેલા આ સકારાત્‍મક પ્રતિસાદ અને વિશ્વાસથી પ્રેરાઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રજા અને પોલીસ વચ્‍ચે કાયમી સેતુ સ્‍થાપવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.

હવે પ્રજાની કોઈપણ ફરિયાદ, સૂચન કે મહત્‍વની માહિતી સીધી પોલીસ કમિશનર સુધી પહોંચી શકશે. તેના માટે અમદાવાદ પોલીસ દ્વારા ૨૪ કલાક કાર્યરત આધુનિક સોશિયલ મીડિયા સેલ શરૂ કરવામાં આવ્‍યો છે. આ સેલમાં ૬૦ થી વધુ પ્રશિક્ષિત અને અનુભવી સોશિયલ મીડિયા ઓપરેટરોની નિમણૂક કરવામાં આવી છે. ફેસબુક, એક્‍સ, ઈન્‍સ્‍ટાગ્રામ, યુટયુબ સહિત તમામ મુખ્‍ય સોશિયલ પ્‍લેટફોર્મ પર પોલીસને લગતી ચર્ચાઓ, પોસ્‍ટ અને કોમેન્‍ટ પર સત નજર રાખવામાં આવશે. લોકોના પ્રશ્‍નોનો ત્‍વરિત જવાબ આપવા, અફવાઓને ડામવા અને જરૂરી માર્ગદર્શન આપવા માટે આ ટીમ કટિબદ્ધ રહેશે.

આ ડિજિટલ સેતુ ૨૪/૭ કાર્યરત રહેવાથી શહેરમાં કાયદો-વ્‍યવસ્‍થા, ટ્રાફિક વ્‍યવસ્‍થા અને સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગળતિ વધશે. રોજિંદા ધોરણે મળતી માહિતીનું વૈજ્ઞાનિક પળથ્‍થકરણ કરીને તેના અહેવાલ સીધા પોલીસ કમિશનરને સુપરત કરવામાં આવશે. જેનાથી નીતિ વિષયક નિર્ણયો વધુ ઝડપી, પારદર્શી અને અસરકારક બનશે. ગુજરાત રાજ્‍યમાં સૌપ્રથમ વખત આ પ્રકારની અદ્યતન વ્‍યવસ્‍થા અમદાવાદ શહેરમાં અમલમાં મુકવામાં આવી રહી છે.

(1:48 PM IST)