<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

હવે જેલ કેદીઓ માટે હેન્‍ડલૂમ તાલીમ અને ઉત્‍પાદન માટે જયપુર સાથે કરાર....

ગુજરાત છઠ્ઠું રાજ્‍ય બન્‍યું : હીરા ઉદ્યોગ, કાપડ ઉધ્‍યોગ, બેકરી ઉધ્‍યોગ , જેલમાં બ્રાન્‍ડેડ એટેચી બેગ બનાવવાના ઉધોગઃ લોક ડાઉનમાં પણ મંદી ન આવવાનો વિક્રમ ધરાવે છે... : મુખ્‍ય પોલીસ વડા અને ઇન્‍ચાર્જ મુખ્‍ય જેલ વડા ડો. કે એલ.એન. રાવની જેલ મુક્‍તિ પછી કેદીઓને આત્‍મનિર્ભર બનાવવાની પરંપરા જેલ અધિક્ષક ગૌરવ અગ્રવાલ ટીમ આગળ વધારે છે....

રાજકોટ, તા.૨૧: રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા વર્ષો સુધી ડીજીપી (જેલ)  તરીકે ચાર્જ સાંભળી કેદીઓને આત્‍મ નિર્ભર બનાવવા માટે જે ખંતથી જાણીતા શિક્ષણવિદ અને ડીન ડો. ઇન્‍દુ રાવના સહયોગથી ઐતિહાસિક પગલા ભર્યા તે હવે મુખ્‍ય પોલીસ વડા બન્‍યા પછી પણ ગુજરાત સરકારે તેમની જેલની કામગીરી ધ્‍યાને રાખી ગુજરાતના મુખ્‍ય જેલ વડા પદે યથાવત ચાર્જ રાખતા આ પરંપરા હવે આગળ ધપી રહી છે.

હેતુઃ જેલના બંદિવાનોને હસ્‍તકલાની તાલીમ આપી આત્‍મનિર્ભર બનાવવા અને જેલમાંથી છૂટયા પછી પુનઃવસનમાં મદદરૂપ થવુ.

૨. ઉપસ્‍થિત મહાનુભાવો નામ હોદ્દોઃ શ્રીમતી મોના ખંધાર ACS, ગળહ વિભાગ, શ્રી આદેશ જૈન એડીશનલ કમિશર, GST, શ્રી ગૌરવ અગ્રવાલ (IPS).. જેલ અધિક્ષક, અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ.

૦૦૦, અન્‍યઃ સંસ્‍થાના વરિષ્ઠ કર્મચારીઓ, જેલના અધિકારી/કર્મચારી તથા બંદિવાનો ૩. સંસ્‍થાની કામગીરીઃ સક્રિય સમ્‍યગ્‍દર્શન સહકાર સંધ હાલ દેશની નીચેની જેલોમાં કાર્યરત છેઃ ૧. તિહાર જેલ, નવી દિલ્‍હી, ૨. આગરા સેન્‍ટ્રલ જેલ, ૩. વારાણસી સેન્‍ટ્રલ જેલ, ૪. મિર્ઝાપુર જીલ્લા જેલ, ૫. સાગર સેન્‍ટ્રલ જેલ, હવે ૬ઠ્ઠું કેન્‍દ્રઃ અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ

૧. કૌશલ્‍ય વિકાસઃ બંદિવાનોને હેન્‍ડલૂમ,વણાટકામ, હસ્‍તકલાની તાલીમ મળશે. ૨. આવકનું સાધનઃ જેલમાં રહીને ઉત્‍પાદન કરશે અને તેનું વળતર મળશે. જેલમાંથી છૂટયા પછી રોજગારી ઊભી કરી શકશે. ૩. માનસિક સુધારણાઃ સર્જનાત્‍મક કામથી બંદિવાનોનું મન સકારાત્‍મક પ્રવળત્તિમાં લાગશે, ગુનાખોરીથી દૂર રહેશે. ૦૦૦ ૨૪ ૪. પુનઃવસનઃ સમાજમાં પાછા ફરે ત્‍યારે સ્‍વમાનભેર જીવન જીવી શકે.

સાર જેલ માત્ર સજાનું સ્‍થળ નહીં પણ, સુધારણા અને કૌશલ્‍ય વિકાસનું કેન્‍દ્ર બને તે દિશામાં આ એક મહત્‍વનું પગલું છે.

(12:01 PM IST)