તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
હવે ભારતની દીકરીઓ માત્ર ચૂલો નહિ સળગાવે, ચીપ્સ પણ બનાવશે: વડાપ્રધાનએ જેમનો ઉલ્લેખ કર્યો તે દીકરીઓની સાફલ્યગાથા : જુઓ વિડિયો
ઝારખંડ, મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારની દીકરીઓ ITIમાં અભ્યાસ કરીને સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે

ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સાણંદમાં CG સેમિની OSAT સુવિધા અંતર્ગત ચીપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. આ પ્રસંગે ભારતના સેમિકન્ડક્ટર મિશનની સફળતામાં દેશની દીકરીઓના યોગદાન અંગે વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, “અહીં કામ કરતી બહેનો-દીકરીઓ, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના ટ્રાઈબલ બેલ્ટમાંથી અહીં આવી છે. આ દીકરીઓએ જ્યારે મને ફેક્ટરી બતાવી, ત્યારે ખૂબ જ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે દરેક પ્રક્રિયા વિશે વિગતવાર સમજાવ્યું. સામાન્ય પરિવારોમાં ઉછરેલી, સામાન્ય શાળાઓમાં ભણેલી અને ITIમાંથી શિક્ષણ મેળવેલી આ દીકરીઓ આજે અદભૂત કામ કરી રહી છે."
વડાપ્રધાનએ જણાવ્યું કે, “એક સમય એવો હતો કે આપણા અહીં કોઈ ITIમાં ભણતું હોય તો માતા-પિતાને તેનો ઉલ્લેખ કરવામાં પણ શરમ આવતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. ભલે તેમનું શિક્ષણ ITIમાં થયું હોય, પરંતુ તેમના સપનાઓ અસાધારણ છે. આ દીકરીઓમાંથી ઘણી એવી છે કે જેમના પરિવારમાં કોઈએ ક્યારેય પાસપોર્ટ પણ નહોતો બનાવ્યો, પાસપોર્ટ જોયો પણ ન હતો. વિદેશ જવાની વાત તો દૂર, ઘણી દીકરીઓએ તો દિલ્હી કે મુંબઈ પણ જોયાં નહોતાં.પરંતુ આજે એ જ દીકરીઓ તાલીમ માટે મલેશિયા ગઈ, વિશ્વની અત્યાધુનિક સેમિકન્ડક્ટર ટેક્નોલોજી શીખી, અને આજે તેઓ સૌ 'મેડ ઇન ઇન્ડિયા' સેમિકન્ડક્ટર ચીપ્સના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.”
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે દીકરીઓની વાત કરી તેમાંથી અમુક દીકરીઓએ તેમની કહાણી રજૂ કરી છે. તેમાં ઝારખંડના ગિરિડીહ જિલ્લાની રહેવાસી પુનમ કુમારી, ઝારખંડના પશ્વિમ સિંહભૂમ જિલ્લાની રહેવાસી પ્રિયંકા ધનવાર અને મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાની રહેવાસી શિવાની ઉઇકેઈએ તેમના અનુભવ જણાવ્યા હતા. આ ત્રણેય દીકરીઓ સીજી સેમિ પ્લાન્ટમાં ઓપરેટર તરીકે મશીન પર કામગીરી કરે છે.
પુનમ કુમારીના પિતા હયાત નથી અને તેઓ તેમના માતા સાથે રહે છે. પુનમ કુમારીના જણાવ્યા પ્રમાણે, “હું ક્યારેય ઝારખંડની પણ બહાર નથી ગઈ. અમને મલેશિયા તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા. અમને તાલીમમાં કોઈ ચીજ ન સમજાય તો હિન્દીમાં પણ સમજાવે છે અને પ્રેક્ટિકલી પણ સમજાવવામાં આવે છે. ”
પ્રિયંકા ધનવારે કહ્યું કે તેમની આ સફળતાના લીધે તેમના માતા-પિતાએ ગર્વની અનુભૂતિ કરી છે. તેમના ઘરેથી તેઓ પહેલી વ્યક્તિ છે જેમણે વિદેશયાત્રા કરી છે. મધ્યપ્રદેશની શિવાનીએ કહ્યું કે, “અમારી સફળતા જોઈને માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. સીજી સેમિ સાથે અમે ઈતિહાસ રચવા જઈ રહ્યા છીએ
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
