<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

રાજયમાં હવે ડિજિટલ પોર્ટલ દ્વારા આપવામાં આવતા ઈ-પ્રમાણપત્રો પર પણ અધિકૃત ગોળ સિક્કો જોવા મળશે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જારી: નવા નિયમ મુજબ ઈ-પ્રમાણપત્રો પર સંબંધિત સક્ષમ અધિકારીની કચેરીની વિગતો સાથેનો અધિકૃત સ્ટેમ્પ દર્શાવવામાં આવશે

ગાંધીનગર : ગુજરાતમાં સરકારી ઈ-પ્રમાણપત્રો મેળવતા નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે ડિજિટલ પોર્ટલ દ્વારા આપવામાં આવતા ઈ-પ્રમાણપત્રો પર પણ અધિકૃત ગોળ સિક્કો જોવા મળશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ ઈ-પ્રમાણપત્રો પર સંબંધિત સક્ષમ અધિકારીની કચેરીની વિગતો સાથેનો અધિકૃત સ્ટેમ્પ દર્શાવવામાં આવશે. અત્યાર સુધી ડિજિટલ માધ્યમથી મળતા કેટલાક પ્રમાણપત્રો પર ગોળ સિક્કો ન હોવાને કારણે નાગરિકોને વિવિધ સરકારી કચેરીઓમાં જઈને સિક્કો મરાવવા માટે ધક્કા ખાવા પડતા હતા. હવે આ પ્રક્રિયામાંથી મુક્તિ મળવાની સાથે નાગરિકોના સમય અને મહેનતની બચત થશે. સરકારી સેવાઓને વધુ સરળ અને સુવિધાજનક બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે

(11:48 AM IST)