તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
અમદાવાદીઓએ હવે માત્ર ભીનો અને સૂકો કચરો અલગ કરાવથી નહીં ચાલે, તેને કુલ ચાર ભાગમાં વહેંચવો પડશે
સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર, પર્યાવરણની જાળવણી માટે હવે કચરાનું સોર્સ સેગ્રીગેશન (ઉદભવ સ્થાને જ વર્ગીકરણ) અનિવાર્ય બન્યું

અમદાવાદ :સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર, પર્યાવરણની જાળવણી માટે હવે કચરાનું સોર્સ સેગ્રીગેશન (ઉદભવ સ્થાને જ વર્ગીકરણ) અનિવાર્ય બન્યું છે. અમદાવાદીઓએ હવે માત્ર ભીનો અને સૂકો કચરો અલગ કરવાથી નહીં ચાલે, પરંતુ તેને કુલ ચાર ભાગમાં વહેંચવો પડશે; 1.ભીનો કચરો: રસોડાનો કચરો, ફળો-શાકભાજીની છાલ વગેરે, 2. સૂકો કચરો: પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુની વસ્તુઓ. 3. સેનેટરી વેસ્ટ: વપરાયેલા ડાયપર, સેનેટરી નેપકિન્સ (જેને કાગળમાં લપેટીને આપવાના રહેશે) અને 4. વિશેષ કાળજીનો કચરો જૂની દવાઓ, બેટરી, ટ્યુબલાઈટ અને પેઈન્ટના ડબ્બા.
આ નિયમ સોસાયટીઓ, બંગલાઓ તેમજ દુકાનો, ઓફિસો અને મોલ જેવા કોમર્શિયલ એકમોને સમાન રીતે લાગુ પડશે. ખાસ કરીને 'બલ્ક વેસ્ટ જનરેટર્સ' (મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરતા એકમો) માટે જવાબદારી નક્કી કરવામાં આવી છે. જો કોઈ એકમ કચરો અલગ કરીને નહીં આપે, તો AMCની કચરો લેતી ગાડીઓ તે સ્વીકારશે નહીં. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ લેન્ડફિલ સાઇટ્સ પર ભાર ઘટાડવાનો અને કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરવાનો છે.
નવા નિયમોનું પાલન ન કરનાર સામે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કચરાનું વર્ગીકરણ એ માત્ર વહીવટી પ્રક્રિયા નથી પરંતુ નાગરિકોની બંધારણીય ફરજ છે. જે એકમો વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે ભારે દંડ વસૂલવામાં આવશે અને જરૂર જણાયે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત અમદાવાદ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
