<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

હવે વિવિધ સરકારી ઈ-પ્રમાણપત્રો પર જ અધિકૃત ‘રાઉન્‍ડ સીલ' લગાવી દેવાશે

ડિજિટલ ગુજરાત ૨.૦ અંતર્ગત ડિજિટલ સેવાઓ વધુ સરળ બનાવવાની મહત્ત્વની પહેલ : પ્રમાણપત્ર પર સિક્કો કરાવવા માટેની દોડધામ અને સમયનો વ્‍યય ઘટાડવા સરકારનો નિર્ણય, નાગરિકોને કચેરીના ધક્કામાંથી મુક્‍તિ મળશે

અમદાવાદ,તા.૨૪: સામાન્‍ય વહીવટ વિભાગના ૨૧ ઑક્‍ટોબરના પરિપત્ર અનુસાર ડિજિટલ પોર્ટલ મારફતે આપવામાં આવતા તમામ પ્રમાણપત્રો અને દાખલાઓ પર તે જારી કરનાર સક્ષમ અધિકારીની કચેરીની વિગતો સાથેનો અધિકૃત ગોળ સિક્કો-Round Scal દર્શાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ વ્‍યવસ્‍થાથી પ્રમાણપત્ર મેળવ્‍યા બાદ સિક્કો કરાવવા માટે સંબંધિત કચેરીમાં અલગથી જવાની જરૂરિયાત ઘટાડવાનો માર્ગ મોકળો થશે. ડિજિટલ ગુજરાત ૨.૦ અંતર્ગત સરકારી સેવાઓને શરૂઆતથી બનાવવાના પ્રયાસોને પણ તે વેગ આપશે. અંત સુધી ડિજિટલ, સુગમ અને કાગળવિહોણી સામાન્‍ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ હાલમાં ડિજિટલ પોર્ટલ પરથી મળતાં ઈ-પ્રમાણપત્રો પર પ્રમાણપત્ર આપનાર અધિકારીનો ગોળ સિક્કો દર્શાવવામાં આવતો ન હોવાને કારણે અરજદારોને સિક્કો કરાવવા માટે સંબંધિત કચેરીમાં જવું પડતું હતું. આ વધારાની પ્રક્રિયાને કારણે નાગરિકોના સમય અને શ્રમનો વ્‍યય થતો હતો તથા કામગીરીમાં વિલંબ થવાની સ્‍થિતિ ઊભી થતી હતી. આ સમસ્‍યાના ઉકેલ માટે હવે પ્રમાણપત્રો અને દાખલાઓ પર લાગુ કાયદા, નિયમો અને સૂચનાઓ અનુસાર અધિકૃત ગોળ સિક્કો દર્શાવવાની વ્‍યવસ્‍થા વિકસાવવામાં આવશે. સિક્કા સાથે પ્રમાણપત્ર મંજૂર કરનાર સક્ષમ અધિકારીની કચેરીની સંપૂર્ણ વિગતો પણ દર્શાવવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી નાગરિકોને શું લાભ થશે ?

* સિક્કો કરાવવા માટે કચેરીની વધારાની મુલાકાત લેવાની જરૂરિયાત ઘટશે.

* સમય, મુસાફરી અને શ્રમની બચત થશે.

* પ્રમાણપત્ર મેળવ્‍યા પછીની વધારાની ઔપચારિકતાઓ ઘટાડવામાં મદદ મળશે.

* પ્રમાણપત્ર જારી કરનાર સક્ષમ અધિકારીની કચેરીની વિગતો અને અધિકૃત સિક્કાથી દસ્‍તાવેજની ઓળખ વધુ સ્‍પષ્ટ બનશે.

અમલીકરણ માટે વિભાગીય સંકલન

જીએડીના પરિપત્ર અનુસાર, સંબંધિત વિભાગોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પરામર્શમાં જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. વિભાગીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ ડિજિટલ પોર્ટલ પર જરૂરી ટેક્રિકલ વિકાસ કરીને આ વ્‍યવસ્‍થાનો સિસ્‍ટમમાં અમલ કરવામાં આવશે, આમ, ડિજિટલ ગુજરાત ૨.૦ અંતર્ગત ઈ-પ્રમાણપત્રો પર અધિકૃત ગોળ સિક્કો દર્શાવવાની આ પહેલ સરકારી સેવાઓમાં નાગરિકોની સુવિધા વધારવા અને બિનજરૂરી વહીવટી પ્રક્રિયાઓ ઘટાડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું

(10:03 AM IST)