<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

હવે ખાદ્ય તેલની કિંમતોમાં ઝડપભેર વધારો: ગૃહિણીનું બજેટ ખોરવાયું

આયાતની કિંમતોમાં ઉછળો અને ઓછા વરસાદની આશંકાને લીધે ઘરેલુ તેલીબિયાં ઉત્પાદન પર વિપરીત અસર થવાના અંદાજથી ભાવમાં સતત વધારો

અમદાવાદ :સતત વધી રહેલી મોંઘવારીની અર્થતંત્રમાં અસર જોવા મળી રહી છે. ખાંડથી લઈ અન્ય ખાદ્ય ચીજવસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની બજાર પર અસર જોવા મળી રહી છે. હવે ખાદ્ય તેલની કિંમતોમાં પણ ઝડપભેર વધારો થઈ રહ્યો છે.

બજાર સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે ખાદ્ય તેલની આયાતની કિંમતોમાં ઉછળો અને ઓછા વરસાદની આશંકાને લીધે ઘરેલુ તેલીબિયાં ઉત્પાદન પર વિપરીત અસર થવાના અંદાજથી આગામી કેટલાક મહિનામાં કેટલાક મહિનામાં રસોઈ માટે તેલની કિંમત વધુ વધી શકે છે.

ગ્રાહક બાબતના વિભાગના પ્રાઈઝ મોનિટરીંગ સેલ પ્રમાણે સમયમાં સરસવ, સોયાબીન અને પામોલીન તેલના સરેરાશ છૂટક કિંમત ક્રમશઃ રૂપિયા 193.54 પ્રતિ કીલોગ્રામ, રૂપિયા 163.10 પ્રતિ કિલોગ્રામ અને રૂપિયા 147.37 પ્રતિ કિલોગ્રામ છે. આ કિંમતો ગયા વર્ષની આ અવધિની તુલનામાં ક્રમશઃ 10.74 ટકા, 11.53 ટકા અને 12.87 ટકા વધારો થવાને દર્શાવે છે. આ દરમિયાન સિંગતેલના ભાવ રૂપિયા 2700-2900 પ્રતિ 15 કિલો ડબ્બો ભાવ રહ્યો છે.
સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન (SEA)ના કાર્યકારી નિર્દેશક બી.વી.મહેતાએ મીડિયાને જણાવ્યું કે માલ પરિવહન અને વીમા ખર્ચ વધવા, રૂપિયો નબળો થવા અને કેટલાક તેલ નિકાસ કરનારા દેશો દ્વારા ખાદ્ય તેલને જૈવ ઈંધણ બનાવવા ઉપયોગ કરવાને લીધે ભારતમાં તેલ આયાત કરવાના પડતર ઘણો વધારો થયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા બાદથી આયાતની કિંમતોમાં ઝડપથી વધારો થયા.

સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશનના 3 જુલાઈની આંકડાકીય માહિતી પ્રમાણે મુંબઈ પોર્ટ પર ખાદ્ય તેલની વર્તમાન લેંડેડ ખર્ચમાં એક વર્ષ અગાઉની તુલનામાં તેલમાં 11 ટકા, સોયાબીનના તેલમાં 6 ટકા અને સૂર્યમુખી તેલમાં 20 ટકા વધારો થયો છે. જેથી કિંમત અનુક્રમ 1170 ડોલર પ્રતિ ટન, 1267 ડોલર પ્રતિ ટન અને 1455 ડોલર પ્રતિ ટન થઈ ગઈ છે.

(9:20 PM IST)