તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં આસ્થાનું ઘોડાપૂર; ૪૩.૦૫ લાખથી વધુ માઈભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
સાત દિવસના મહામેળામાં દેશભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કર્યાં અને કુલ ૪,૫૨૮ ધજાઓ ચઢાવવામાં આવી.

અંબાજી, તા. ૨૭ : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ૨૦થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલો ભાદરવી પૂનમનો સાત દિવસનો મહામેળો શ્રદ્ધા અને ભક્તિના વાતાવરણ વચ્ચે પૂર્ણ થયો છે. જાહેર થયેલા પ્રાથમિક આંકડા પ્રમાણે સમગ્ર મેળા દરમિયાન ૪૩.૦૫ લાખથી વધુ માઈભક્તોએ જગતજનની મા અંબાનાં દર્શન કર્યાં હતાં. વિવિધ સંઘો અને શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરના શિખર ઉપર કુલ ૪,૫૨૮ ધજાઓ ચઢાવવામાં આવી હતી.
મહામેળાના છઠ્ઠા દિવસ સુધીમાં ૩૮,૨૩,૪૬૯ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં હતાં. માત્ર છઠ્ઠા દિવસે જ ૩,૭૨,૧૨૬ ભક્તો અંબાજી પહોંચ્યા હતા. અંતિમ દિવસે ભાદરવી પૂનમ હોવાથી માઈભક્તોનું વિશેષ ઘોડાપૂર ઉમટ્યું હતું.
પદયાત્રીઓ માટે વિવિધ માર્ગો ઉપર ભોજન, પાણી, આરોગ્ય અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી હતી. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓને દર્શનમાં મદદ મળે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ હતી. સુરક્ષા અને વાહનવ્યવસ્થા જાળવવા છ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર અંબાજી ધામ ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
