તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ઓશોનો-માઈન્ડ મેડિટેટીવ થેરાપી
વડોદરા ખાતે સ્વામી રવિન્દ્ર ભારતીના સાનિધ્યમાં ર૧ થી ર૮ જુલાઇ સુધી આયોજન, ર૯મીએ ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે

રાજકોટ : ઓશો તરંગ મેડિટેશન સેન્ટર-વડોદરામાં ઓશો નો-માઇન્ડ મેડિટેટીવ થેરાપીનું આયોજન ૨૧ જુલાઇ સાંજે ૬ કલાકથી ૨૮ જુલાઇના થયેલ છે. તેમજ ૨૯ જુલાઇના રોજ સવારે ૬-૩૦ કલાકેથી રાત્રી સુધી ગુરૂપૂર્ણિમા ઉત્સવ રાખેલ છે.
સંચાલક સ્વામી રવિન્દ્ર ભારતી - દિલ્હી : જેઓ યુવાનીથી જ ઓશો રંગે રંગાઇ ઓશોને જીવન સમર્પણ કરેલ. અનેક દાયકાઓથી ભારત અને વિદેશોમાં ઓશો મિસ્ટિીક રોઝ, નો-માઇન્ડ વગેરે થેરાપીઓ તેમજ ધ્યાન શિબિરો સંચાલન કરી ઓશો સાથેની જીવન યાત્રા સફળતા પૂર્વક આગળ વધારે છે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં ઓશો નો માઇન્ડ પ્રક્રિયા ઓશો દ્વારા વિકસાવવામાં આવેલ એક અનોખી મેડિટેટીવ થેરાપી છે, જેમાં સાધક મનનો ભાર, તણાવ, દબાયેલી લાગણીઓ અને સતત ચાલતા વિચારોમાંથી મુકત થઇને ગહન મૌન, સાક્ષીભાવ, માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન, આત્મ જાગળતિ અને નવી જીવન ઉર્જાનો અનુભવ લઇ શકે છે.
ધ્યાન યાત્રામાં રસ ધરાવતા તમામ સાધકોને નો માઇન્ડ થેરાપી ધ્યાન યાત્રામાં આમંત્રણ આપાયું છે. આ અંગે વધુ માહિતી અને નોંધણી માટે મો. ૯૮૯૮૬ ૧૨૯૫૪ ઉપર સંપર્ક કરી શકાય છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
