તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
મુખ્ય રાજ્ય વેરા કમિશનરની કચેરી દ્વારા રાજ્યના ૩૫ રાજ્ય વેરા નિરીક્ષકોની મોટા પાયે બદલીના આદેશ : અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીધામ સહિતના સ્થળોએ નવી નિમણૂકો કરાઈ : જુઓ સંપૂર્ણ લિસ્ટ
અધિક રાજ્ય વેરા કમિશનર અરવિંદ વિજયન દ્વારા જાહેર હિત અને સ્વ-વિનંતીના ધોરણે આદેશ કરાયો : GSTAT WING તથા વિવિધ ઘટકો અને વર્તુળોમાં તબદીલી : તાત્કાલિક અસરથી અમલી બનશે

અમદાવાદ: ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં કરવેરા વિભાગની કામગીરીને વધુ સુદ્રઢ અને વેગવંતી બનાવવાના ભાગરૂપે મુખ્ય રાજ્ય વેરા કમિશનરની કચેરી, રાજ્ય કર ભવન, આશ્રમ રોડ, અમદાવાદ દ્વારા એક મહત્વનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. અધિક રાજ્ય વેરા કમિશનર (મહેકમ-તકેદારી) અરવિંદ વિજયન દ્વારા મંજૂર કરાયેલા આદેશ ક્રમાંક-૦૯/૨૦૨૬ (તારીખ ૦૧/૦૮/૨૦૨૬) મુજબ રાજ્યના ૩૫ જેટલા રાજ્ય વેરા નિરીક્ષકો (State Tax Inspectors) ની બદલીથી નવી નિમણૂકો કરવામાં આવી છે. આ બદલીઓમાં મોટા ભાગના અધિકારીઓની બદલી સ્વ-વિનંતીના આધારે તેમજ કેટલીક બદલીઓ જાહેર હિતમાં કરવામાં આવી છે.
બદલી પામેલા તમામ ૩૫ રાજ્ય વેરા નિરીક્ષકોની હાલની કચેરી અને બદલીથી નવી નિમણૂંકની કચેરીની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે:
૧. મોહિત હરગોવિંદભાઇ મુળિયા: નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી (અન્વેષણ) વિભાગ-૧૨, ગાંધીધામ ખાતેથી સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૫, વડોદરા ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૨. નિરવ પ્રતાપસિંહ પાવાગઢી: નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી (અન્વેષણ-વાપી) વિભાગ-૮, સુરત ખાતેથી GSTAT WING, SURAT, સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૭, સુરત ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૩. મીરાબા ઇન્દ્રજીતસિંહ જાડેજા: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૯૧, મોરબી ખાતેથી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૧૦૩, ગાંધીધામ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૪. નિધિબેન નરભેરામભાઈ પટેલ: સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી (GSK સેવા કેન્દ્ર વડોદરા) વિભાગ-૬, વડોદરા ખાતેથી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૯૧, મોરબી ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૫. પરાગકુમાર પ્રભાશંકર વ્યાસ: રાજ્યવેરા અધિકારીની કચેરી, ઘટક-૭૮, મહુવા ખાતેથી રાજ્યવેરા અધિકારીની કચેરી, ઘટક-૮૩, સાવરકુંડલા ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૬. મેનકાબેન અમૃતભાઇ પટેલ: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૧૨, વિરમગામ ખાતેથી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૮૦, સુરેન્દ્રનગર ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૭. ચેતન શાંતિલાલ રાઠોડ: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૨૩, અમદાવાદ ખાતેથી રાજ્યવેરા અધિકારીની કચેરી, ઘટક-૮૧, ધ્રાંગધ્રા ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૮. સલમાનખાન આસીકભાઇ જુનેજા: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૯, અમદાવાદ ખાતેથી GSTAT WING, RAJKOT, સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૧૦, રાજકોટ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૯. દેવજીભાઇ કાળુભાઇ રાઠોડ: સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી (GSK સેવા કેન્દ્ર ગાંધીધામ) વિભાગ-૧૨, ગાંધીધામ ખાતેથી નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી, વર્તુળ-૨૩, રાજકોટ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૧૦. શ્રીમતી દક્ષા મલયભાઇ ઠાકર: રાજ્યવેરા અધિકારીની કચેરી, ઘટક-૮૩, સાવરકુંડલા ખાતેથી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૮૨, અમરેલી ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૧૧. બિનલબેન જસરાજભાઇ નાકિયા: સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી (ઓડિટ સેલ) વિભાગ-૫, વડોદરા ખાતેથી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૫૦, આણંદ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૧૨. કિરનકુમાર ઓગસ્ટીનભાઇ મેકવાન: સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૬, વડોદરા ખાતેથી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૪૮, નડિયાદ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૧૩. અજીતકુમાર બાબુભાઇ ગામેતી: સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી (ઓડિટ સેલ) વિભાગ-૬, વડોદરા ખાતેથી GSTAT WING, AHMEDABAD, સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૦૨, અમદાવાદ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૧૪. કૌશિકકુમાર વિનોદભાઇ ચૌધરી: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૬૬, સુરત ખાતેથી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૭૪, વાપી ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૧૫. ભીખીબેન ચીનાભાઇ પંડિત: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૮૫, જૂનાગઢ ખાતેથી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૮૭, વેરાવળ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૧૬. રાહુલ બાબુલાલ સોલંકી: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૫૦, આણંદ ખાતેથી નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી, વર્તુળ-૧૦, વડોદરા ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૧૭. ફેનિલભાઈ જયંતિભાઇ ભરવાડ: સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૯, ભાવનગર ખાતેથી GSTAT WING, AHMEDABAD, સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૦૨, અમદાવાદ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૧૮. મિલિન્દકુમાર રામજીભાઇ વસાવા: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૬૭, સુરત ખાતેથી સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૫, વડોદરા ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૧૯. રાકેશ પ્રતાપભારતી ગોસાઇ: નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી, વર્તુળ-૧૩, નડિયાદ ખાતેથી GSTAT WING, AHMEDABAD, સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૦૨, અમદાવાદ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૨૦. સંજયકુમાર નારણભાઈ અસારી: રાજ્યવેરા અધિકારીની કચેરી, ઘટક-૨૮, ઈડર ખાતેથી નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી, વર્તુળ-૧, અમદાવાદ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૨૧. હીના ઠાકોરભાઈ પટેલ: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૭૪, વાપી ખાતેથી નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી, વર્તુળ-૧૮, વલસાડ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૨૨. મેહુલકુમાર કિરણસિંહ ચાવડા: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૪૦, વડોદરા ખાતેથી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૪૬, ગોધરા ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૨૩. દેવેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ માંગરોલા: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૫૧, આણંદ ખાતેથી નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી, વર્તુળ-૧૧, વડોદરા ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૨૪. મયુરકુમાર હિરાલાલ પટેલ: નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી, વર્તુળ-૧૮, વલસાડ ખાતેથી GSTAT WING, SURAT, સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૭, સુરત ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૨૫. ધર્મિત ભાઇચંદ્ર જાની: રાજ્યવેરા અધિકારીની કચેરી, ઘટક-૫૩, પેટલાદ ખાતેથી મુખ્ય રાજ્યવેરા કમિશનરની કચેરી (નિરીક્ષણ શાખા), ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે મૂકાયા (જાહેર હિત).
૨૬. મહેશકુમાર સાજણભાઇ સુવા: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૯૮, જામનગર ખાતેથી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૧૦૧, જામખંભાળીયા ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૨૭. કૃપાલી સુરેશભાઇ પટેલ: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૧૦૦, જામનગર ખાતેથી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૧૦૧, જામખંભાળીયા ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૨૮. દિવ્યાંગકુમાર રણજીતસિંહ બરંડા: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૯૨, રાજકોટ ખાતેથી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૪૬, ગોધરા ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૨૯. હાર્દિકકુમાર મંગળભાઈ પ્રજાપતિ: નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી, વર્તુળ-૧૧, વડોદરા ખાતેથી GSTAT WING, AHMEDABAD, સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૦૨, અમદાવાદ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૩૦. રાહુલ ભાસ્કરભાઇ માંકડ: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૯૯, જામનગર ખાતેથી સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૧૨, ગાંધીધામ ખાતે મૂકાયા (જાહેર હિત).
૩૧. રાકેશકુમાર ભરતભાઈ પટેલ: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૬૬, સુરત ખાતેથી રાજ્યવેરા અધિકારીની કચેરી, ઘટક-૨૮, ઈડર ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૩૨. અખિલેશ નરેન્દ્રભાઇ ગોહેલ: નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી (અન્વેષણ), વિભાગ-૧૧, જૂનાગઢ ખાતેથી GSTAT WING, RAJKOT, સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૧૦, રાજકોટ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૩૩. લક્ષિતકુમાર રાજેન્દ્રકુમાર ભાલારા: નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી (અન્વેષણ), વિભાગ-૧, અમદાવાદ ખાતેથી GSTAT WING, SURAT, સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૭, સુરત ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૩૪. હિતેશકુમાર સોમાભાઈ પટેલ: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-૫૫, ભરૂચ ખાતેથી નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી, વર્તુળ-૧૨, વડોદરા ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
૩૫. દિવ્યેશ પરેશભાઇ રાણીપા: મુખ્ય રાજ્યવેરા કમિશનરની કચેરી (રિકવરી શાખા), ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતેથી GSTAT WING, RAJKOT, સંયુક્ત રાજ્યવેરા કમિશનરની કચેરી, વિભાગ-૧૦, રાજકોટ ખાતે મૂકાયા (સ્વ-વિનંતી).
કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ આદેશ તાત્કાલિક અસરથી અમલી બનશે. જે અધિકારીઓની બદલી જાહેર હિતમાં કરવામાં આવી છે, તેઓને નિયમાનુસાર ટી.એ./ડી.એ. તથા ફરજ પર જોડાવાનો સમય મળવાપાત્ર રહેશે. જ્યારે સ્વ-વિનંતીથી બદલી મેળવનાર અધિકારીઓને કોઈ પણ પ્રકારના ભાડા-ભથ્થા કે વધારાનો સમય મળશે નહીં. સંબંધિત કચેરીના વડાઓને આ તમામ અધિકારીઓને તુરંત છૂટા કરી અને હાજર કરાવ્યા અંગેની જાણ મુખ્ય કચેરીને કરવા સૂચના આપી દેવામાં આવી છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
