<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ગુજરાતમાં ૪ થી ૫ દિવસમાં ચોમાસાની સત્તાવાર ઍન્ટ્રી

અપર એર સાયક્‍લોનિક સર્ક્‍યુલેશન સક્રિય થતાં ૩ જુલાઈથી વરસાદનું પ્રમાણ અને વિસ્‍તાર બંનેમાં વ્‍યાપક વધારો થશે : જાણીતા વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલની ૮ જુલાઈ સુધીની આગાહીઃ આગાહી સમયગાળામાં સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત રિજિયનને વરસાદનો મળશે બમ્‍પર લાભ

રાજકોટ, તા. ૩૦: ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્‍ચે હવે મેઘરાજાના સત્તાવાર આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. દેશના હવામાન વિભાગ (આઈએમડી) ના સત્તાવાર બુલેટિનનો ઊંડો અભ્‍યાસ કરીનેજાણીતા વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલ જણાવે છે કે, આગામી ૪ થી ૫ દિવસમાં ચોમાસુ સમગ્ર ગુજરાતમાં સત્તાવાર રીતે બેસી જશે. એટલું જ નહીં, આગામી ૧ થી ૮ જુલાઈ ૨૦૨૬ દરમિયાન દક્ષિણપヘમિ ચોમાસુ ખૂબ જ ઝડપથી આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્‍છ ઝોનમાં પણ પ્રવેશ કરશે.

વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલે ખાસ નોંધ લેતા જણાવ્‍યું છે કે, આ આગાહીના સમયગાળા દરમિયાન ર્ંસૌરાષ્ટ્ર અને કચ્‍છની સરખામણીએ ગુજરાત રિજિયન (મધ્‍ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાત) ને વરસાદનો ખૂબ જ સારો અને મોટો લાભ મળશે. સમગ્ર રાજ્‍યમાં ખાસ કરીને ૩ જુલાઈથી વરસાદનું પ્રમાણ અને તેનો વિસ્‍તાર (આવરણ) બંને નોંધપાત્ર રીતે વધી જશે જેને પગલે ચોમાસુ આખા રાજ્‍યને ધમરોળશે.

હાલમાં ચોમાસાની ઉત્તર સીમા (એનએલએમ) સુરત, ઇન્‍દોર અને મંડલા પરથી પસાર થઈ રહી છે અને આગળ વધવા માટે સપૂર્ણ સાનુકૂળ માહોલ છે. હાલમાં સૌરાષ્ટ્રની ઉપર ૩.૧ કિ.મી.ની ઊંચાઈએ એક અપર એર સાયક્‍લોનિક સર્ક્‍યુલેશન (UAC) સક્રિય છે, જેની સાથે અન્‍ય બે સિસ્‍ટમો પણ જોડાશે.

ગુજરાત રિજિયનની વિગતવાર આગાહીઃ ૩ જુલાઈથી વિસ્‍તાર અને પ્રમાણ વધવાની સાથે જ અહીં ઘણા વિસ્‍તારોમાં હળવાથી મધ્‍યમ અને એકાદ-બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ દરમિયાન ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. અહીં ૬૦% વિસ્‍તારોમાં ૩ થી ૬ ઇંચ (૭૫ થી ૧૫૦ મિ.મી.) અને છૂટાછવાયા સ્‍થળોએ ૧૦ ઇંચ (૨૦ મિ.મી.) થી પણ વધુ અત્‍યંત ભારે વરસાદ ખાબકી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્‍છની આગાહીઃ સમગ્ર સમયગાળા દરમિયાન છૂટાછવાયો હળવો-મધ્‍યમ વરસાદ ચાલુ રહેશે, જ્‍યારે એકાદ-બે દિવસ અમુક સ્‍થળોએ ભારે વરસાદ પડી શકે છે. અહીં મોટાભાગના વિસ્‍તારોમાં ૧ થી ૩ ઇંચ અને કેટલાક કેન્‍દ્રોમાં ૬ ઇંચ (૧૫૦ મિ.મી.) સુધીનો વરસાદ નોંધાઈ શકે છે.

૪ થી ૫ દિવસમાં ચોમાસુ બેસી જવાની અને ૩ જુલાઈથી વ્‍યાપક વરસાદની આ આશાસ્‍પદ આગાહીને પગલે જગતના તાતમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને વાવણીના કાર્યો માટે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાના સંકેત છે.(૪૦.૫૪)

 

સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ

* ૨૫ ટકા વિસ્‍તાર ૨૫ મી.મી સુધી

*૫૦ ટકા વિસ્‍તાર ૨૫ થી ૭૫ મી.મી

*૨૫ ટકા વિસ્‍તાર ૭૫ મી.મી.થી વધુ, જ્‍યારે આઈસોલેટેડ કેન્‍દ્રોમાં ૧૫૦ મી.મી.થી વધુ વરસાદ પડી શકે

 

 

ગુજરાત રિજિયન

*૧૦ ટકા વિસ્‍તાર ૨૫ મી.મી.સુધી

*૩૦ ટકા વિસ્‍તાર ૨૫ થી ૭૫ મી.મી

*૬૦ ટકા વિસ્‍તાર ૭૫ થી ૪૫૦ મી.મી જ્‍યારે આઈસોલેટ સ્‍થળોએ ૨૫૦ મી.મી.થી વધુ વરસાદ પડી શકે

 

(2:47 PM IST)