News of Friday, 15th May 2026
પંચાયત સેવા વર્ગ-3ના વિવિધ સંવર્ગો માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર : આખરી ઓપ
પશુધન નિરીક્ષકની પરીક્ષા 20 જૂન, જુનિયર ફાર્માસિસ્ટની પરીક્ષા 24 જૂન અને અધિક મદદનીશ ઇજનેરની પરીક્ષા 4 જુલાઈના રોજ યોજાશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3ના વિવિધ સંવર્ગો માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોતા ઉમેદવારો માટે મંડળે તારીખો જાહેર કરી દીધી છે, જે મુજબ પશુધન નિરીક્ષકની પરીક્ષા 20 જૂન, જુનિયર ફાર્માસિસ્ટની પરીક્ષા 24 જૂન અને અધિક મદદનીશ ઇજનેરની પરીક્ષા 4 જુલાઈના રોજ યોજાશે. મંડળ દ્વારા પરીક્ષાઓના આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને ઉમેદવારોને નિર્ધારિત સમયપત્રક મુજબ તૈયારી કરવા સૂચના અપાઈ છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
