તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 1st August 2026
વાઘોડિયા પંથકમાં દેવ નદી બે કાંઠે: જળસ્તરમાં ભયજનક વધારો ;મુવાડા-ગોરજ તરફનો રસ્તો બંધ
મુખ્ય વાહનવ્યવહારનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો : તંત્ર દ્વારા બેરિકેટિંગ કરી નદી કિનારે ન જવા સખત ચેતવણી

વડોદરાના વાઘોડિયા પંથકમાં ઉપરવાસમાંથી દેવ ડેમનું પાણી છોડાતાં જ દેવ નદી બંને કાંઠે વહેતી થઈ છે અને જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે. નદીના પૂરના પાણી મુવાડા પાસેના કોઝવે પર ફરી વળતાં મુવાડાથી ગોરજ તરફ જવાનો મુખ્ય વાહનવ્યવહારનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર બેરિકેડ્સ લગાવીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને અકસ્માત અટકાવવા માટે સ્થાનિક લોકોને નદી કિનારે ન જવાની સખત સૂચના આપવામાં આવી છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
