<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

અખાત્રીજના દિવસે નર્મદાના ખેડૂતોએ ઘરતી માતાની પુંજા કરી ખેતીની શરૂઆત કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :અખાત્રીજ જેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. અખાત્રીજ એટલે વર્ષનો અગત્યનો દિવસ અને વર્ષનો શુભ દિવસ કહેવાય છે. અખાત્રીજ એટલે વણ માગ્યું મુહૂર્ત કહેવાય છે.

લગ્ન સહિત કોઇ પણ શુભ કાર્ય આ દિવસે કરી શકાય છે. નર્મદા જિલ્લાના ખેડૂતો અખાત્રીજના દિવસે વહેલીસવારે સ્નાન કરીને પૂજાની થાળી તૈયાર કરીને કોદાળી લઈને ખેતરે જાય છે. ખેડૂત પોતાના ખેતરમાં સમી (સમડી)ના ઝાડની બાજુ જગ્યાએ ખાડો ખોદીને પાણીના લોટાનું પાણી ખાડામાં નાંખીને તેમાં કંકુ ચોખા ફૂલો અને ઘીનો દીવો અગરબત્તી નાળિયેર અને નૈવેધ નાડા છડી અર્પણ કરીને ધરતી માતા જમીન માતાની પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવે છે. ખેડૂતો અખાત્રીજના દિવસથી ખેતીકામની શુભ શરૂઆત કરે છે. ખાસ કરી ગામડાઓમાં જેમા જીતગઢ ગામ ખાતે વર્ષો થી ખેતી કરતા ખેડુતોમાં આ દિવસે પૂજા કરી ધરતીપુત્ર તરીકે ધરતી ધરતીમાતાનું પૂજના કરી આ દિવસથી વાવણીની પણ શરૂઆત કરે છે જેમા જીતગઢ ગામના ધરતીપૂત્ર પરેશકુમાર રતનભાઇ એ તેમના ખેતરે પૂજા કરી હતી અને આ પવિત્ર ગણતા તહેવાર ને ખેડુતોને આગળ સારા પાક અને સારા વરસાદની પ્રાર્થના તમામ નર્મદા જીલ્લાનાં ખેડુત મિત્રોની સારી ખેતી થાય એવી શુભેચ્છા સંદેશ આપ્યો હતો

(11:00 PM IST)