<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

સોમવારે અમદાવાદના એસ.જી. હાઈવે પર ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધી તૈયાર થયેલો ઓવરબ્રિજ ખુલ્લો મુકાશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ આ બ્રિજનું લોકાર્પણ કરશે. અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે 4 કિલોમીટર લાંબો અને 6 લેન ધરાવતો આ એલિવેટેડ કોરિડોર તૈયાર

અમદાવાદના એસ.જી. હાઈવે પર ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધી તૈયાર થયેલો નવો ઓવરબ્રિજ 9 નવેમ્બરે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ આ બ્રિજનું લોકાર્પણ કરશે. અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે 4 કિલોમીટર લાંબો અને 6 લેન ધરાવતો આ એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે.

 આ નવો બ્રિજ શરૂ થતાં દરરોજના આશરે 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે. ખાસ કરીને પ્રહલાદનગર અને કર્ણાવતી તરફના માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને ઈસ્કોન જંક્શનથી સરખેજ સુધીની અવરજવર વધુ સરળ બનશે.

(6:58 PM IST)