તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 7th November 2026
નૂતન વર્ષ પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર અને અમદાવાદમાં નાગરિકો સાથે શુભેચ્છા આપ-લે કરશે
૧૦ નવેમ્બરે પંચદેવ અને ભદ્રકાળી માતાના દર્શનથી દિવસનો પ્રારંભ થશે : રાજ્યપાલશ્રી સાથે મુલાકાત તથા રાજભવન, મંત્રીમંડળ નિવાસ સંકુલ અને સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાશે

ગાંધીનગર: વિક્રમ સંવત ૨૦૮૩ ના નૂતન વર્ષ પ્રારંભના પાવન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર અને અમદાવાદ ખાતે વિવિધ ધાર્મિક સ્થાનોના દર્શન કરી નાગરિકો તથા અગ્રણીઓ સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. આગામી ૧૦ નવેમ્બર, મંગળવારના રોજ મુખ્યમંત્રીના દિપાવલી અને નૂતન વર્ષ નિમિત્તે વિવિધ શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં દર્શન, પૂજન અને સ્નેહમિલન:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંગળવારે સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરના પ્રખ્યાત પંચદેવ મંદિર ખાતે દર્શન-પૂજન કરીને પોતાના નૂતન વર્ષનો શુભારંભ કરશે. ત્યાર બાદ સવારે ૭:૩૦ વાગ્યે તેઓ અડાલજ સ્થિત ત્રિમંદિરે દર્શનાર્થે જશે. સવારે ૮:૦૦ કલાકે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનિટી સેન્ટર ખાતે મુખ્યમંત્રીશ્રી નાગરિકો અને પ્રજાજનો સાથે રૂબરૂ મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. ત્યારબાદ સવારે ૮:૫૦ કલાકે રાજભવન પહોંચીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષની શુભકામનાઓ આપશે.
અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના દર્શન અને પોલીસ પરિવાર સાથે શુભેચ્છા મિલન:
ગાંધીનગરના કાર્યક્રમો આટોપીને મુખ્યમંત્રીશ્રી અમદાવાદ પહોંચશે, જ્યાં સવારે ૧૦:૦૦ વાગ્યે નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરી આશીર્વાદ મેળવશે. ત્યારબાદ સવારે ૧૦:૩૦ વાગ્યે શાહીબાગ સ્થિત એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે અમદાવાદના નાગરિકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અંતિમ ચરણમાં બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે આવેલા પોલીસ ઓફિસર્સ મેસ ખાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો સાથે શુભેચ્છા આપ-લે કરવા માટે આયોજિત વિશેષ સમારોહમાં હાજરી આપશે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
