તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
બુધવારે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાશે
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શિવપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાશે:પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પશ્ચિમ-મધ્ય ઝોન પ્રશિક્ષણના પ્રભારી કે.સી પટેલ કાર્યશાળામાં ઉપસ્થિત રહેશે

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે તા. ૦૩ જૂન, બુધવારે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે સવારે ૧૧.૩૦ કલાકે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શિવપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યશાળા યોજાશે. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પશ્ચિમ-મધ્ય ઝોન પ્રશિક્ષણ ના પ્રભારી કે.સી પટેલ પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યશાળામાં કેન્દ્રીય ભાજપાની કાર્યસૂચિ મુજબ આગામી સમયમાં રાજ્યના તમામ મંડલોમાં આયોજિત થનાર પ્રશિક્ષણ વર્ગો સંદર્ભે વિસ્તૃત પરામર્શ કરવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા- મહાનગરના પ્રભારી, પ્રમુખ તથા મહામંત્રીઓ, પ્રશિક્ષણ મહાભિયાનની પ્રદેશ તથા જિલ્લા-મહાનગરની ટીમ સહિત અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપા દ્વારા સમયાંતરે આયોજિત પ્રશિક્ષણ વર્ગોનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓને પક્ષની વિચારધારા, સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, રાષ્ટ્રવાદી મૂલ્યો, સિદ્ધાંતો તેમજ જનસેવાના વિવિધ આયામો અંગે માર્ગદર્શન આપવાનો છે. પ્રશિક્ષણ વર્ગો દ્વારા કાર્યકર્તાઓમાં નેતૃત્વ ક્ષમતા, સંગઠન કૌશલ્ય, જનસંપર્કની કુશળતા અને રાષ્ટ્ર તથા સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બને છે, જેથી તેઓ પક્ષના વિચારો અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
