<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

કરનાળી બુજેઠા રોડ પર ટેમ્પો ઝાડ સાથે અથાડતા એકનું મોત, ત્રણને ઇજા

કરનાળી બુજેઠા રોડ ઉપર પૂરપાટ આવતા ટેમ્પો ઝાડ સાથે ભટકાતા એકનું મોત નીપજ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કરનાળી બુજેઠા રોડ ઉપર પૂરપાટ આવતા ટેમ્પો ઝાડ સાથે ભટકાતા એકનું મોત નીપજ્યું હતું.

    મળતી માહિતી મુજબ આશાબેન તે શૈલેશભાઈ નગીનભાઈ ભીલ ( રહે.સુરજીપુરા તા.તિલકવાડા જી.નર્મદા )નાઓ એ આપેલ ફરિયાદ અનુસાર કનૈયાલાલ નારાયણદાસ વૈષ્ણવ રહે.સોમી શામળાજી મંદિર પાસે પોસ્ટ ઉપરેડા તા રાસમી જી.ચિતોડગઢ (રાજસ્થાન) નાઓએ પોતાનો કબ્જાનો ટેમ્પો નંબર-GJ17 XX8117 ને પુરઝડપે હંકારી રોડની સાઇડમાં આવેલ ઝાડ સાથે એક્સીડન્ટ કરી આશાબેન શૈલેશભાઈ નગીનભાઈ ભીલ (ઉંમર-૪૦) (રહે.સુરજીપુરા તા.તિલકવાડા જી.નર્મદા) ને ઇજા કરી તેમજ કેબીનમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેસેલ અજીતભાઈ ચૌહાણને સાથડના ભાગે ફેક્ચર ઇજા કરી તેમજ પુનીબેનને ડાબા પગે ફેક્ચર ઇજા કરી તથા શ્વેતાબેન મકવાણાને ડાબા પગના ઘુંટણથી નીચે અને ઘુટીથી ઉપરના ભાગે ગંભીર ઈજા પહોચાડી પ્રાથમિક સારવાર તિલકવાડા ખાતે આપી વધુ સારવાર માટે એસ.એસ. જી. હોસ્પીટલ ખાતે લઇ જતા લોહી વહી જવાથી તેઓનુ મોત નીપજાવી ગુનો કરતા તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:18 PM IST)