<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

સાંતલપુર નજીક નેશનલ હાઇવે પર અકસ્‍માતમાં એકનું મોત

સિધાડા પાટીયા પાસે ઉભેલા ટેન્‍કરને ડમ્‍પરે ટક્કર મારી, ડમ્‍પર ચાલકનું ઘટનાસ્‍થળે મોત

(જયંતભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા.૩૦: ઉતરપ્રદેશ સંભલ જિલ્લાના વિક્રમપુર તાહરપુર ગામના રહેવાસી ૪૦ વર્ષીય અમરીશકુમાર ભગવાનદાસ યાદવ  પોતાના ટેન્‍કર સાથે નેશનલ હાઈવે-૨૭ પરથી પસાર થઈ રહ્યા હતા. સિધાડા ગામ નજીક રોડનું કામ ચાલુ હોવાથી સાંતલપુર તરફનો રસ્‍તો બેરીકેટ મૂકીને વન-વે કરાયો હતો. અમરીશકુમારે પોતાનું ટેન્‍કર હાઈવેની બંધ સાઈડ પર ઉભું રાખી નીચે બેસીને જમી રહ્યા હતા.

તે સમયે રાધનપુર તરફથી આવી રહેલા ડમ્‍પરના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી રોડ પર મૂકેલા બેરીકેટ તોડી નાખ્‍યા હતા. ડમ્‍પરે ટેન્‍કરને ડ્રાઈવર સાઈડના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્‍માતમાં અમરીશ યાદવને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્‍કાલિક સાંતલપુર સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા. અકસ્‍માત સર્જનાર ડમ્‍પર ચાલકને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી.

આ ઘટના અંગે મળતકના પિતરાઈ ભાઈ વિકાસ રામવતાર યાદવ (ઉંમર ૨૬), જેઓ રાજસ્‍થાનના ઉદયપુરમાં ગ્રેડર મશીનના ડ્રાઈવર છે, તેમને પિતા દ્વારા ફોન પર અકસ્‍માતની જાણ થઈ હતી. તેઓ તાત્‍કાલિક સાંતલપુર સરકારી દવાખાને પહોંચ્‍યા  હતા. પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર ગોરધનભાઇ ભોજાજીભાઇ માજીરાણાને તપાસ સોંપી છે. 

(3:13 PM IST)