તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
વલસાડના ઉમરગામના દેહરી ગામે તળાવમાં નહાવા ન્હાવા ત્રણ બાળકોમાંથી માસૂમનું ડૂબી જવાથી મોત
તળાવમાં ભારે શોધખોળ બાદ અંતે ફાયરની ટીમે ૧૧ વર્ષના બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેહરી ગામે તળાવમાં નહાવા પડેલા ત્રણ બાળકોમાંથી એક માસૂમનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે ૧૧ થી ૧૨ વર્ષના ત્રણ મિત્રો તળાવમાં નહાવા પડ્યા હતા. તે દરમિયાન એક બાળક ઊંડા પાણીમાં ડૂબવા લાગતા, બાકીના બંને બાળકોએ ગભરાઈને તાત્કાલિક ઘરે ભાગી પરિવારને આ અંગે જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તળાવમાં ભારે શોધખોળ હાથ ધરી હતી. અંતે ફાયરની ટીમને ૧૧ વર્ષના બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે..
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
