તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
ડુંગળીના ભાવ બમણા થઇ ૭૦ રૂપિયે કિલો પર પહોંચ્યા
રાતા પાણીએ રડાવતી ડુંગળીઃ ગૃહિણીઓના હાલ એક સાંધે ત્યાં તેર તૂટે જેવા

અમદાવાદ તા.૩૦: ગરીબોની કસ્તૂરી ડુંગળીના ભાવમાં થયેલા ભડકાથી ગૂતિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. મોંધવારીના મારથી મધ્યમવર્ગ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે. ડુંગળીના ભાવ છેલ્લા એક મહિનાની સરખામણીમાં સીપા ભમણાં થઈ ગયા છે અને છૂટક બજારોમાં તો એક કિલો ડુંગળી ૭૦ રૂપિયે કિલો સુધી પહોંચી ગઈ છે. ડુંગળીના આ અસહ્ય ભાવવધારી લોકોને રાતા પાણીએ રડાવી રહ્યો છે, અમદાવાદમાં ડુંગળીની આવક અડપોઅડધ થઈ ગઈ છે અને દિવાળીના તહેવારો સુધી ભાવ ઘટવાના કોઈ એપાવણ ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
અમદાવાદ એપીએમસી બજારના હોલસેલના આજના ભાવ મુજબ ૧૦૦ કિલો ડુંગળી ૪૫૦૮૦થી ૫૦૦૦ રૂપિયા છે. એટલે કે એક કિલોના ૪૫થી ૫૦ રૂપિયા સુધીનો ભાવ હોલસેલમાં બોલાઈ રહ્યો છે. છૂટકઃ છૂટક બજાર સુધી પહોંચતા આ ભાવ ૬ડથી ૭૦ રૂપિયે કિલો થઈ રહ્યા છે, જે ઓગસ્ટ મહિનાની સરખામણીમાં સીપો ડબલ ભાવવધારો છે.
શંકરભાઈના જણાવ્યા મુજબ ડુંગળીમાં છેલ્લા વાસણાના બટાકા-ડુંગળીના વેપારી એકાદ મહિનાથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જે હાલ હોલસેલમાં ૫૦ રૂપિયા સુધી અને છૂટકમાં ૬૦થી ૭૦ સુધી પહોંચી ગયો છે, જેની પાછળ અનેક પરિબળો જવાબદાર છે. સૌથી મોટું કારણ તો અપૂરતો વરસાદ છે અને વિસ્તારોમાં જરૂર મુજબ વરસાદ થયો નથી અને તેથી નવો અને સારી ગુણવત્તા વાળો પાક તૈયાર થયો નથી. જેમાલ બજારમાં ઠલવાઈ રહ્યો છે એમાંથી પણોખરો માલ તો જૂનો જ છે, જેને વેપારીઓ દ્વારા સ્ટોકમાં રાખવામાં આવે છે. વરસાદ ખેંચાઇ જતા એની સીપી અસર ડુંગળીના પાક ઉપર અને એના ભાવ ઉપર વર્તાઇ રહી છે. અન્ય એક વેપારીના જણાવ્યા મુજબ ડુંગળીમાં ૧૨ મહિનાનો સ્ટોક રહેતો જ હોય છે અને એના લીધે બજારમાં ખેંચની સ્થિતિ આવતી નથી. પરંતુ આ વર્ષે ઊનાળામાં કમોસમી વરસાદના લીધે સ્ટોકના માલમાં ખૂબ મોટો બગાડ થયો છે. ડુંગળીનો મોટો જથ્થો બગડી જતાં વેપારીઓને મજબૂરીમાં ૧૫-૨૦ રૂપિયામાં એ ડુંગળી કાઢી દેવાની ફરજ પડી હતી. જો એ ડુંગળી સચવાઈ ગઈ હોત તો હાલ બજારમાં ખેંચ ન સર્જાઈ હોત અને ભાવ પણ કાબૂમાં રહ્યા હોત. હવે જયાં નવી આવક ન આવે, ત્યાં સુધી ડુંગળીના સુધી ભાવવધારા માટે તૈયાર રહેવું પડશે.
અમદાવાદમાં ડુંગળીની આવક વિશે જણાવતા હોલસેલના વેપારી ભેરૂલાલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સૌથી વધુ ડુંગળીની આવક નાસિકથી થાય છે. તે ઉપરાંત બેંગલુરુ અને સૌરાષ્ટ્રથી પણ ડુંગળી આવે છે. સામાન્ય દિવસોમાં શહેરમાં રોજ ૪૦થી ૫૦ ટ્રક ડુંગળીની આવક રહે છે, એક ટ્રકમાં ૧૦ ટન (૧૦ હજાર કિલો) ડુંગળી હોય છે. રોજ ૨૦-૨૫ ટ્રક જ માલ આવી રહ્યો છે. છે. જ્યારે કે અત્યારે આવક અડપી થઇ ગઇ આ સ્થિતિમાં ગૃહિણીઓની હાલત કફોડી બની છે. ખાંડ, તેલ, લીંબુ, ટામેટાં અને હવે ડુંગળીના ભાવવધારાથી એમને દિવાળી સુપરતી દેખાતી નથી.
ગૃહિણી કલ્પનાબહેન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ દિવસથી ડુંગળીની ખરીદી અને વપરાશમાં કરકસર કરવી પડી રહી છે. એક કિલોના બદલે ૫૦૦ ગ્રામ ડુંગળી ખરીદીએ છીએ. રસોઈમાં પણ ડુંગળીનો વપરાશ બિનજરૂરી કરતા નથી. જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવવધારાથી અમારા બજેટ ખોરવાઈ જાય છે
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
