તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
પીએમની અપીલ બાદ શાળાઓમાં ઓનલાઈન વર્ગો શરૂ થઈ શકે
જૂનથી રાજ્યની શાળાઓમાં ઓનલાઈન વર્ગો શરૂ કરવા અંગે વિભાગમાં કવાયતઃ કોરોના સમયની ટેવ મદદ કરશે

અમદાવાદ તા.૧૨: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શાળાઓમાં ઓનલાઈન ક્લાસ શરૂ કરવા માટેની અપીલ બાદ રાજ્યમાં જૂનથી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી વર્ગો ઓનલાઈન શરૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા ઊભી થઈ છે. વડાપ્રધાનની અપીલ બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ દિશામાં કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. કઈ રીતે તેનો અમલ કરવામાં આવે તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે. જોકે, હજુ શાળાઓ શરૂ થવાને એક માસ જેટલો સમય બાકી હોવાથી વિભાગ પાસે આ દિશામાં કામગીરી માટે પૂરતો સમય હોવાનું જાણવા મળે છે.
વડાપ્રધાને ગુજરાત મુલાકાત વખતે તેમણે સંકટની સ્થિતિમાં ગુજરાતની શાળાઓને અપીલ કરી હતી કે જયાં સુધી સંકટ હળવું ન થાય ત્યાં સુધી શાળાઓમાં ઓનલાઈન વર્ગો ચલાવવામાં આવે. વડાપ્રધાનની અપીલને રાજ્યના શિક્ષણ વિભાગે પણ ગંભીરતાથી લીધી હોવાનું જાણવા મળે છે અને આ દિશામાં ત્વરિત કામગીરી શરૂ કરી દોપી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં આ દિશામાં ચર્ચાઓ શરૂ કરી દેવામાં આવી છે અને ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવે તો તેનો અમલ કઈ રીતે કરવો તે અંગે વિચારણા કરાઈ છે.
કોરોના સમયમાં રાજ્યની શાળાઓમાં ઓનલાઈન વર્ગો ચલાવવામાં આવ્યા હતા. જેના પગલે રાજ્યની શાળાઓ અને વિદ્યાર્થીઓ બંને ઓનલાઈન વર્ગોથી વાકેફ હોવાથી રાજ્યમાં તેના અમલને લઈને મુશ્કેલીઓ પડે તેવી શક્યતા ખૂબ ઓછી જણાય છે. જોકે, હાલમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં આ અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે અને સંભવત મંગળવારથી રાજ્યના જિલ્લાઓમાંથી તેને લઈને સૂચનો મંગાવવામાં આવી શકે છે. આ ઉપરાંત, કોરોના પેટર્નનો જ અમલ કરવો કે કેમ તે દિશામાં પણ વિચારણા થઈ શકે છે.
ધો.૧૦-૧૨ના વર્ગો ઓફલાઇન રાખવા અંગે છણાવટ કરાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની અપીલ બાદ પ્રાથમિક વિભાગમાં ઓનલાઈન વર્ગો કરી બાકીના ધોરણમાં ઓફલાઈન વર્ગો શરૂ રાખવા કે કેમ તેમજ માત્ર ઘો.૧૦ અને ૧૨ના વર્ગો ઓફફલાઈન રાખી બાકીના વર્ગોમાં ઓનલાઈન શિક્ષણ રાખવા સહિતના પાસાઓ પર છણાવટ કરાશે. આમ, આગામી દિવસોમાં શિક્ષણ વિભાગમાં ઓનલાઈન વર્ગોને લઈને ધમધમાટ જોવા મળે તેવી શક્યતાઓ છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
