તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Wednesday, 3rd June 2026
નર્મદા જિલ્લામાં પણ ઓપરેશન બાંગલાદેશ અભિયાન શરૂ : 8 શકમંદને બોલાવી પોલીસે કરી પૂછપરછ
SOU પર ચાલતા કામોમાં બાંગલાદેશી અને બંગાળની બોર્ડરના લોકો હોવાની વાત મળતા પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું , નદી કિનારાના આશ્રમોમાં પણ કરશે ચેકીંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: 28 મે, 2026એ ગાંધીનગરના સોનીપુરની સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના હુંકારના 5માં દિવસે જ એટલે કે ગત 2 જૂન ગુજરાતભર માં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે સંદર્ભે નર્મદા જિલ્લા માં પણ LCB અને SOG ની ટિમો બનાવી સર્ચ કરવામાં આવ્યું જેમાં નર્મદા જિલ્લા માં નર્મદા પોલીસે 8 જેટલા પરપ્રાંતી ઓને શોધી એમની તપાસ હાથ ધરી છે જેમાં 6 વ્યક્તિ ગુજરાત નાજ મળ્યા અને 2 વ્યક્તિ ઓ પશ્ચિમ બંગાળ ના છે. જેવોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે SOU પર કે જિલ્લામાં ચાલતા વિકાસના કામોમાં બાંગલાદેશી અને બંગાળની બોર્ડરના લોકો કામ કરતા હોવાની વાત મળતા પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું, આ સાથે નદીકિ નારાના આશ્રમોની પણ કરશે ચેકીંગ કરશે અને પોલીસે જિલ્લાની જનતાને પણ અપીલ કરી છે કે જો કોઈના ઘરમાં પર પ્રાંતી ભાડે રહેતા હોય કે કોઈની ફેક્ટરી ખેતર ધંધામાં પરપ્રાંતી કામગીરી કરતા હોય તો તેની તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી તેના ફોટો સાથે ઓળખકાર્ડ, મૂળ રહેઠાણના પુરાવા રજુ કરવા નહીતો જતે વ્યક્તિ સાથે ઘર મલિક સામે પણ ગુનો નોંધાશે. તો આ અભિયાનમાં પોલીસનો સાથ સહકાર આપવા અપીલ કરી છે.
રાજ્યના ગૃહવિભાગ માંથી મળેલ સૂચનાને આધારે નર્મદા પોલીસ વિવિધ ટીમો બનાવી ને જિલ્લામાં બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા હોય તેવા લોકોનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જોકે અત્યાર સુધી 8 લોકો શંકાસ્પદ મળ્યા છે પરંતુ તેઓ બાંગ્લાદેશના નથી વધુ તાપસ ચાલુ છે. પોલીસ પાસે તમામ લોકો નો સંપર્ક હોઈ છે અને બાતમીદારો દ્વારા પણ અમે સર્ચ કરી રહ્યા છે. કેટલાય લોકો જે પોતાના મકાન પરપ્રાંતીય ને ભાડે આપે છે એમને ત્યાં પણ જઈ તપાસ કરવામાં આવી રહ્યું છે. કોઈના વિસ્તારમાં આવા પરપ્રાંતી જણાય તો પોલીસ ને જાણ કરે ભાડુઆતો ની પણ નોંધ કરાવે એ જરૂરી છે.: પી.આર.પટેલ (ઇન્ચાજ પોલીસ અધિક્ષક, નર્મદા )
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
