તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
વડોદરામાં વોર્ડ નંબર 12માં પણ ભાજપના ઉમેદવારોનો વિરોધ
5 વર્ષ ના દેખાયેલા નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં ના લાગ્યા બેનર્સ

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ચૂંટણી લડતા રાજકારણીઓના વિરોધ ના બેનરો લાગ્યા છે,પ્રમુખસ્વામી સોસાયટીમાં નેતાઓએ પ્રવેશ કરવો નહીં એવા બેનર લગાવ્યા છે, ભાજપના કોઈપણ નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. વોર્ડ નંબર 12 માં આવેલી પ્રમુખસ્વામી સોસાયટીમાં નેતાઓએ પ્રવેશ નહીં કરવો તેવા લગાવાયા બેનરો. વોટ લેવા પાંચ વર્ષમાં એક વાર આવવું કોઈ પણ જાતનું કામ કરવું નહીં તેવું લખી વિરોધ કરાયો છે . અગાઉ પણ આ સોસાયટી દ્વારા વિસ્તારની સમસ્યાઓને લઈને વિરુદ્ધ દર્શાવવા માટે બેનરો લગાવ્યા હતા
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
