<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ગુજરાત પોલીસમાં 7 PI ની બદલીના હુકમ : 6 પીઆઈને ATSમાં અને વાય. જી. ગુર્જરની અમદાવાદ ગ્રામ્યમાં મુકાયા

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા 6 પીઆઈ - એચ. પી. ઝાલા, ડી. બી. બારડ, ટી. એન. મોરડિયા, એચ. એમ. વ્યાસ, કે. વી. ડિંડોર અને વી. એલ. ગાગિયાને ATS મા મૂકવામાં આવ્યા

ગુજરાત પોલીસ તંત્રમાં વહીવટી સરળતા, આંતરિક સુરક્ષા અને તપાસ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે ગાંધીનગર ખાતેથી 7 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની બદલી અને નિમણૂકના સત્તાવાર આદેશો છૂટા કરવામાં આવ્યા છે.

 

આ બદલીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) માં અનુભવી અધિકારીઓનો કાફલો મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, કુલ 6 પીઆઈને આતંકવાદ વિરોધી દળ (ATS) મા મુકવામાં આવ્યા છે.

 

બદલીના આદેશ અનુસાર, અત્યાર સુધી ATS માં ફરજ બજાવતા પીઆઈ વાય. જી. ગુર્જરની બદલી કરીને તેમને અમદાવાદ ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ, રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા 6 પીઆઈ - એચ. પી. ઝાલા, ડી. બી. બારડ, ટી. એન. મોરડિયા, એચ. એમ. વ્યાસ, કે. વી. ડિંડોર અને વી. એલ. ગાગિયાને ATS મા મૂકવામાં આવ્યા છે.

રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઇમ, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ગુનાહિત નેટવર્ક તેમજ સંવેદનશીલ કેસોની તપાસમાં આ અનુભવી અધિકારીઓની ATS ખાતેની નિમણૂક અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

(9:38 PM IST)