તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
અમદાવાદની શારદાબહેન હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગ ખાલી કરવા આદેશ
જૂની બિલ્ડિંગને એક સપ્તાહમાં ખાલી કરવાની સૂચના:બિલ્ડિંગના પોપડા ખરવાના બનાવોને ધ્યાનમાં રાખીને દર્દીઓની સુરક્ષા માટે મનપા કમિશનરે નિર્ણય લીધો

અમદાવાદની શારદાબહેન હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે. વર્ષ 1960માં બનેલી આશરે 66 વર્ષ જૂની બિલ્ડિંગને એક સપ્તાહમાં ખાલી કરવાની સૂચના અપાઈ છે. બિલ્ડિંગના પોપડા ખરવાના બનાવોને ધ્યાનમાં રાખીને દર્દીઓની સુરક્ષા માટે મનપા કમિશનરે આ નિર્ણય લીધો છે.
બિલ્ડિંગ ખાલી થતાં હોસ્પિટલમાં બેડની સંખ્યા 550થી ઘટીને 350 થઈ જશે. જ્યારે ઓપરેશન થિયેટરની સંખ્યા પણ 12થી ઘટીને 7 થશે. MRI, CT સ્કેન અને મેમોગ્રાફી જેવી સુવિધાઓ માટે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવશે. હોસ્પિટલની તમામ સેવાઓ નવી 7 માળની બિલ્ડિંગમાં ખસેડવાની કામગીરી હાથ ધરાશે. નવી બિલ્ડિંગમાં સેવાઓનું સ્થળાંતર થતાં દર્દીઓની સારવાર વ્યવસ્થા જાળવી રાખવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
