તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ
તમામ આંગણવાડીઓ, સરકારી અને પ્રાઈવેટ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI તેમજ તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે

આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને પગલે ૨૪ જુલાઈ અને ૨૫ જુલાઈના રોજ તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણ ચૌધરી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે
તમામ આંગણવાડીઓ, સરકારી અને પ્રાઈવેટ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI તેમજ તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે
જિલ્લા વહીવટી તંત્રના આ જાહેરનામાનો ભંગ કરનાર શૈક્ષણિક સંસ્થા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
