<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

સુરતમાં દારૂના વેચાણના આરોપમાં પકડાયેલા ભાજપના કાર્યકરને સંગઠને નોટિસ ફટકારી: સાત દિવસમાં લેખિત ખુલાસો કરવા સૂચના

વોર્ડ નંબર 12ના ભાજપના મહામંત્રી વિજય મોદીની લાલગેટ પોલીસે દારૂની 645 બોટલો સાથે ધરપકડ કરી ગુનો દાખલ કર્યો:પોલીસ ફરિયાદ નોંધાતા ભાજપ દ્વારા વિજય મોદીને કારણદર્શક નોટિસ

સુરતમાં દારૂના વેચાણના આક્ષેપમાં પકડાયેલા ભાજપના કાર્યકર સામે સંગઠન દ્વારા કડક વલણ અપનાવીને નોટિસ ફટકારવામાં આવી છે. શહેરના વોર્ડ નંબર 12ના ભાજપના મહામંત્રી વિજય મોદીની લાલગેટ પોલીસે દારૂની 645 બોટલો સાથે ધરપકડ કરી તેમની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ગંભીર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા જ ભાજપ સંગઠન દ્વારા વિજય મોદીને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં તેમને આ સમગ્ર પ્રકરણ અંગે સાત દિવસમાં લેખિત ખુલાસો રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

(11:43 PM IST)