તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
નર્મદા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક ફેરફાર :નીલ રાવની જગ્યાએ શબ્દશરણ તડવીને નવા જિલ્લા ભાજપ પ્રમુખપદે નિયુક્ત કરાયા
નીલ રાવને હવે પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઈ :અગાઉ ધારાસભ્ય દર્શના દેશમુખે પણ સંગઠન અંગે રજૂઆત કરી હતી

નર્મદા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. નીલ રાવની જગ્યાએ શબ્દશરણ તડવીને નવા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નીલ રાવને હવે પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પક્ષના પરિણામો બાદ પ્રમુખ બદલાયા હોવાની ચર્ચા વચ્ચે આ ફેરફાર સામે આવ્યો છે. અગાઉ ધારાસભ્ય દર્શના દેશમુખે પણ સંગઠન અંગે રજૂઆત કરી હતી
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
