તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 28th September 2026
હમારી સુરક્ષા, હમારી જિમ્મેવારી.. ભાવનગર એસપીએ યુવાનોના દિલ જીતી લીધા
અનુભવી આઇજી રાજેન્દ્ર અસારીનું માર્ગદર્શન મેળવી, યુવા એએસપી ઘનશ્યામ ગૌતમને સાથે રાખી યુવા એસપી નિતેશ પાંડેય નો વધુ એક અદભુત પ્રયોગ પર, યુવા પેઢી

રાજકોટ તા.૨૮: ગુજરાત પોલીસ તંત્રના કાર્યદક્ષ, સ્વચ્છ છબી ધરાવતા યુવા આઈ.પી.એસ. અને ભાવનગરના એસ.પી. નીતેશ પાંડેય હરહંમેશ પ્રજાના તમામ વર્ગોને સાથે રાખી તેમના પ્રશ્નો સમજવા માટે ખૂબ અનુભવી અને સિનિયર આઈ.જી. રાજેન્દ્ર અસારીનું માર્ગદર્શન મેળવી અવનવા પ્રયોગો કરતા હોય છે.
આ શ્રેણીમાં આજે જે લોકોને જેન-ઝી (Gen-Z) તરીકે ઓળખવામાં આવે છે, તેવી યુવા પેઢી સાથે તેમના વિચારો જાણવા માટે યુવા એ.એસ.પી. ઘનશ્યામ ગૌતમને સાથે રાખી એક વિશિષ્ટ કાર્યક્રમ યોજ્યો હતો, જે યુવા પેઢીમાં ખૂબ પસંદ પામ્યો હતો.
ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા યુવા વર્ગ સાથે સીધો અને સંવાદાત્મક સંપર્ક સ્થાપિત કરવા માટે ‘‘હમારી સુરક્ષા - હમારી જિમ્મેદારી'' અંતર્ગત GEN Z લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોના વિચારો, પ્રશ્નો અને સુચનોને સમજી પોલીસ અને યુવા પેઢી વચ્ચે વિશ્વાસ અને સહભાગીતાને વધુ મજબુત બનાવવાનો હતો. આ દરમિયાન સાયબર ક્રાઈમ અને ઓનલાઇન ફ્રોડથી બચવા, સોશિયલ મીડિયા અંગેની જાગળતિ, ડ્રગ્સ અને નશાકારક પદાર્થોથી દૂર રહેવું, મહિલા તથા બાળ સુરક્ષા, ટ્રાફિક નિયમો અને યુવાનોની સામાજિક જવાબદારી જેવા વિષયો પર ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જ્ઞાનમંજરી અને સરદાર પટેલ કોલેજના ૭૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
