તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ગુજરાતમાં નોંધાયેલી 91578 સહકારી મંડળીમાંથી 7889 સહકારી મંડળી કાર્યરત નથી, બંધ હાલતમાં
કેટલીક મંડળીઓ પેટા કાયદાના ઉદ્દેશો મુજબ કામગીરી ના કરતી હોવાથી ફડચાના હુકમો થયા

ગાંધીનગર :ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે સહકારી મંડળીઓના આંકડા જાહેર કર્યા છે. રાજ્યમાં કુલ 91578 સહકારી મંડળીઓ નોંધાયેલી છે. રાજ્યમાં 7889 સહકારી મંડળીઓ બંધ હાલતમાં છે. રાજ્યમાં કુલ 91578 નોંધાયેલ સહકારી મંડળીઓ પૈકી 83689 કાર્યરત છે , જ્યારે 7889 સહકારી મંડળીઓ કાર્યરત નથી. સંસ્થાના હોદ્દેદારો મંડળી ચલાવવામાં રસ ના દાખવતા હોવાના કારણે બંધ હાલતમાં છે કેટલીક મંડળીઓ પેટા કાયદાના ઉદ્દેશો મુજબ કામગીરી ના કરતી હોવાથી ફડચાના હુકમો થયા છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
