તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
નવરાત્રી પૂર્વે દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટ પરથી દારુ સહીતનો 1. 40 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
પોલીસે ટ્રકમાંથી 1.20 કરોડની કિંમતની 37,632 નંગ દારૂની બોટલો જપ્ત કરી: ભાગવા જતાં રાજસ્થાનના બાડમેરના ટ્રક ચાલક જશરાજ ચૌધરીને દબોચી લીધો.

દાહોદમાં નવરાત્રી પૂર્વે વિદેશી દારૂના નેટવર્ક પર પોલીસની મોટી તવાઈ બોલાવી છે, કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પરથી 1.40 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે . મધ્યપ્રદેશ તરફથી આવતી શંકાસ્પદ ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળ્યો છે . પોલીસે ટ્રકમાંથી 1.20 કરોડની કિંમતની 37,632 નંગ દારૂની બોટલો જપ્ત કરી છે . ભાગવા જતાં રાજસ્થાનના બાડમેરના ટ્રક ચાલક જશરાજ ચૌધરીને દબોચી લીધો છે . દારૂ, ટ્રક અને રોકડ સહિત કુલ 1 કરોડ 40 લાખ 25 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે . નવરાત્રી પર્વ નજીક આવતાં જ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા સક્રિય થયા છે . તહેવારોને ધ્યાને રાખી સરહદી વિસ્તારોમાં દાહોદ પોલીસની કડક નાકાબંધી. દાહોદ એલસીબી ટીમે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
