તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં પાંચા તળાવ ભારે પાણીની આવકને કારણે ઓવરફ્લો
તળાવનું પાણી રસ્તાઓ પર આવી જવાના કારણે આસપાસના માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ

અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયો અને તળાવોની સપાટીમાં વધારો થયો છે. શહેરના પોશ ગણાતા પ્રહલાદનગર વિસ્તારમાં આવેલું પાંચા તળાવ ભારે પાણીની આવકને કારણે ઓવરફ્લો થઈ ગયું છે. તળાવ છલકાઈ જતાં ગેટમાંથી મોટા પ્રમાણમાં પાણી બહાર વહીને સીધા રોડ પર ફરી વળ્યા હતા.
તળાવનું પાણી રસ્તાઓ પર આવી જવાના કારણે આસપાસના માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકો અને રાહદારીઓને આ રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
