તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
પંચમહાલના ગોધરામાં પરિણીતાનો કાકા સસરાના બ્લેકમેલિંગથી કંટાળી આપઘાત,
ગાયત્રીબેન રાવલે સ્યુસાઇડ નોટ લખી ભર્યુ અંતિમ પગલુઃ બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

પાર્થ પંચાલ, પંચમહાલ: ગોધરા ના બામરોલી રોડ વિસ્તારમાં આવેલ સત્યમ સોસાયટીમાં ૨૮ વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું બે સંતાનની માતાને કાકા સસરા એ અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપતા અંતિમ પગલું ભર્યું હોવાનું પરિજનોએ આક્ષેપ કર્યો છે
ગોધરાની સત્યમ સોસાયટી ના ૨૮ વર્ષીય બે સંતાનની માતા ગાયત્રી રાવળે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક પરિણીતાએ આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી. આ ઘટના બાદ મૃતકના પરિવારે મૃતક ગાયત્રીબેન જ કાકા સસરા અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેક કરતા હોવાનો ગંભીર આક્ષેપો કર્યા છે. ગાયત્રીબેન સચિનકુમાર રાવળ આજે બપોરના સમયે પોતાના ઘરે ઓઢણી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે
ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જે પોલીસ દ્વારા તપાસનો વિષય બની છે. મૃતકના પતિના જણાવ્યા મુજબ, તેમની જ સોસાયટીમાં રહેતા તેમના કાકા કલ્પેશ ઉર્ફે મોન્ટુ રાવળ આ સમગ્ર પ્રકરણ સાથે સંકળાયેલો છે. મૃતકના પતિએ આરોપ લગાવ્યો છે કે, તેમના કાકા કલ્પેશ ઉર્ફે મોન્ટુ રાવળ ગાયત્રીબેનને તેમના અંગત વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને છેલ્લા ઘણા સમયથી અવારનવાર બ્લેકમેલ કરતો હતો.
માનસિક ત્રાસ બ્લેકમેલિંગ અને ધમકીઓના ત્રાસથી કંટાળીને જ પરિણીતાએ આ અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્વજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારે પોલીસ પ્રશાસન પાસે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી ની માંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મૃતકના પતિ સચિનકુમાર રાવળ ખાનગી એજન્સીમા ડિલિવરી બોય તરીકે કામ કરે છે તેમના સંતાનમાં એક 11 વર્ષનો પુત્ર પ્રિન્સ અને 7 વરસની દીકરી પ્રેક્ષા છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
