તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Sunday, 27th September 2026
અમદાવાદના નિકોલમાં ગેસ લીકેજથી અફરાતફરી : કેશવ હાઇટ્સ સ્કીમમાં અચાનક ગેસ લીક થતા રહીશોમાં ગભરાટ : ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે દોડી
સવારના સમયે કેશવ હાઇટ્સમાં ગેસની તીવ્ર વાસ ફેલાતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં : ફાયર ટીમે લીકેજ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી

અમદાવાદ તા.૨૭ : અમદાવાદના નિકોલ વિસ્તારમાં આજે બપોરે ગેસ લીકેજની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, નિકોલ વિસ્તારમાં આવેલી કેશવ હાઇટ્સ નામની રહેણાંક સ્કીમમાં અચાનક ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. ગેસની તીવ્ર વાસ આખી સોસાયટીમાં ફેલાઈ જતા રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા જ ફાયર વિભાગની 2 થી 3 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગેસ લીકેજને કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક તબક્કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લીકેજનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચાલુ છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
