News of Wednesday, 13th May 2026
ગુજરાતમાં ૧૧ વર્ષમાં ૩૪ પરીક્ષામાં પેપર લીકઃ લાખો યુવાનો ભોગ બન્યા
નીટમાં ગોલમાલની ૧૨ વર્ષમાં ચોથી ઘટના સામે આવી

અમદાવાદ તા.૧૩: મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 ફરી એક વાર ગેરરીતિ, ગોલમાલ અને પેપર લીકના ઘેરામાં છે. પેપરમાં ગોલમાલ એ એનટીએ અને કેન્દ્ર સરકારની નાકામીનો જીવંત પુરાવો છે. દેશમાં ૧૦ વર્ષમાં ૮૯ જેટલી પરક્ષાઓના પેપર લીક થયા છે. જેમાં ૪૮ પરીક્ષાઓ ફરી લેવી પડી હતી, ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪માં એટલે કે ૧૧ વર્ષમાં ૩૪ જેટલા પેપર લીક થયા છે, છતાં આજ દિન સુધી મોટા આરોપીને કક સજા થઈ નથી. આ સ્થિતિને લીધે પેપર લીક માફિયાઓની હિમત વધી રહી છે. અલગ અલગ પરીક્ષાઓની પેપર લીક થયાની ગંભીર ઘટનાઓમાં લાખો યુવાનોને પારાવાર મુશ્કેલી પડી છે, ગુજરાત કોંગ્રેસે આ દાવો કર્યો છે.
મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે ગુજરાતમાંથી હજારો ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પોતાના બાળકોના ભણતર માટે સમય, પૈસા અને આશા દાવ પર લગાવી દે છે. પ્રામાણિક વિદ્યાર્થીઓ અને સંઘર્ષ કરતા માતા-પિતા ફરી એક વાર છેતરાયા છે. ૨૦૨૪ના કાંડ પછી પણ ફવ્ખ્નું નેતૃત્વ અકબંધ રહ્યું છે. પેપર લીક મામલો NTAની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. ૧૨ વર્ષમાં NEETના પેપર ૨૦૨૯, ૨૦૨૪, ૨૦૨૧ અને ૨૦૧૬માં લીક થયા છે. આ કોઈ સંયોગ નથી, પરંતુ વ્યવસ્થિત અવ્યવસ્થા છે. પેપરલીક માફિયાઓ ખુલ્લેઆમ ફૂલી-ફાલી રહ્યા છે. NTA અને શિક્ષણ મંત્રી જવાબદાર કેમ નથી? તેમણે રાજીનામું આપવું જોઈએ. પેપર-લીક માફિયા પર NIA જેવી એજન્સી લગાડવામાં આવે તે સહિતની માગ કરાઈ છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
