<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th October 2026

સુરતમાં ટ્રાન્સપોર્ટ પેઢીમાં 11 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા પરીન ટેલરે 10.84 કરોડનું કૌભાંડ આચર્યું:

આરોપીએ બલ્ક પેમેન્ટની એક્સેલ શીટ તેમજ બેંકિંગ વિગતોમાં ચેડાં કરી અને ખોટા વાઉચરો બનાવી કંપનીના નાણાં પોતાના પરિવારજનો તથા સંબંધીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા

સુરતમાં જાણીતી ટ્રાન્સપોર્ટ પેઢીમાં છેલ્લા 11 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા પરીન ટેલરે નાણાંકીય વહીવટનો ગેરલાભ ઉઠાવી 10.84 કરોડ રૂપિયાનું મસમોટું આર્થિક કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. આરોપીએ બલ્ક પેમેન્ટની એક્સેલ શીટ તેમજ બેંકિંગ વિગતોમાં ચેડાં કરી અને ખોટા વાઉચરો બનાવી કંપનીના નાણાં પોતાના પરિવારજનો તથા સંબંધીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. આ ગેરરીતિની કમાણીમાંથી પરીન ટેલરે પોતાના મળતિયાઓ સાથે મળી નવી કંપની ઊભી કરી હતી અને 12 ટ્રકો તેમજ મિલકતોની ખરીદી કરી હતી. સમગ્ર મામલે કંપની માલિકની ફરિયાદના આધારે સુરત પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગે (EOW) ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય સૂત્રધાર પરીન ટેલર સહિત 9 સગાં-સંબંધીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

(12:07 AM IST)