News of Wednesday, 25th November 2026
સહકાર ભારતી ગુજરાતના સંપર્ક પ્રમુખ પદે પરેશ પટેલની વરણી

રાજકોટઃ સહકાર ભારતી ગુજરાતના કાર્યકર્તાઓની ગુજરાત અર્બન બેંક ફેડરેશનમાં મિટિંગ મળી હતી જેમાં દરેક જિલ્લાઓમાંથી ૮૦ કરતા વધારે કાર્યકર્તાઓ તેમજ રાષ્ટ્રીય પદાધિકારીઓ કાંતિભાઇ પટેલ (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ), સંજયશ્રી પાંચપોર (રાષ્ટ્રીય સંગઠન મંત્રી) વિનોદભાઇ બરોડિયા (રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ), જીવનભાઇ ગોળે (ક્ષેત્રીય સંગઠન પ્રમુખ) તેમજ પ્રદેશના મહામંત્રી જયંતીભાઇ કેવટની હાજરીમાં પ્રદેશના અધ્યક્ષ મહેશભાઇ પટેલ દ્વારા ગુજરાતના સહકારી આગવાન પરેશભાઇ રણછોડભાઇ પટેલની પ્રદેશના સંપર્ક પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પરેશભાઇ પટેલ ગુજરાતની વિવિધ પ્રાયમરી મંડળીઓ, જિલ્લા કક્ષાની, રાજય કક્ષાની સંસ્થાઓ તેમજ રાષ્ટ્રીય સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ કરે છે અને સહકારી ક્ષેત્રના આગેવાન તેમજ નેશનલ કોઓપરેટીવ કન્ઝયુમર ફેડરેશન ઇફકોમાં સેવા આપી રહયા છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
