તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
અમદાવાદીઓ માટે હવે પાર્કિગ પ્લોટમાં, વાહન પાર્ક કરવું બનશે વધુ મોંઘુ:શહેરમાં પાર્કિંગના દરમાં 20થી 25 ટકાનો વધારો કરાયો
મનપાની ટાઉન પ્લાનિંગ કમિટીમાં ચાર્જ વધારવાની દરખાસ્ત મંજૂર કરી દેવાઈ: ટુ વહીલર, થ્રી વહીલર અને ફોર વહીલરના દરમાં કરાયો વધારો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વાહન પાર્ક કરવા માટેના પે એન્ડ પાર્ક અને ઓન-સ્ટ્રીટ પાર્કિંગના દરોમાં વધારો કરવાની દરખાસ્તને AMCના પે એન્ડ પાર્ક અને ઓન સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જમાં વધારો ટાઉન પ્લાનિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત પાર્કિંગના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરમાં પાર્કિંગના દરમાં 20થી 25 ટકાનો વધારો કરાયો છે.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું કે, આજે મળેલી કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્કિંગના ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ઓન રોડ અને ઓફ રોડ સ્ટ્રીટ પાર્કિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ સહિતની જગ્યાઓ પર પાર્કિંગ ચાર્જમાં ટુ વ્હીલર માટેના ચાર્જમાં કમિશનર તરફથી મૂકવામાં આવેલા ચાર્જમાં સુધારો કરીને તમામ નવા દરને મંજૂરી આપવામાં આવી છે. જે હવે આગામી સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાં મંજૂર થયા બાદ લાગુ પડશે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
